ભયંકર અકસ્માત! બાઈક પર સવાર બે યુવાનોને અધ વચ્ચે જ કાળભરખી ગયો આખી ઘટના વાંચીને ધ્રુજી ઉઠશો..
આપણા ભારતમાં અને ગુજરાતમાં રોજબરોજ અને અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ક્યારેક રોંગ સાઈડમાં આવી રહેલા બે વાહનો અથડાય તો ક્યારેક ફૂલ સ્પીડમાં આવી રહેલા ટ્રક, બસ અથવા તો કાર કોઈક બાઈક સવારને અડફેટે લેતા હોય છે જ્યારે લોકો પોતાના ઘર પરિવાર માંથી બહાર નીકળે છે ત્યારે તે લોકો શું ઘરે પાછા ફરશે જ તેની કોઈ ખાતરી હોતી નથી. અને આવા અકસ્માતમાં મોતને ભેટતા હોય છે. ગુજરાતમાંથી આવા અકસ્માતો વારંવાર સામે આવતા હોય છે.
એવો જ એક અકસ્માત ફરી રાજકોટ જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં એક ફૂલ સ્પીડે આવી રહેલી કારે બાઈક સવાર બે યુવાનોને ટક્કર મારતા આ યુવાનોના મૃત્યુ નીપજ્યા હતા. આ બાબતે વધુ વિગતે જાણીયે તો રાજકોટ જિલ્લાના ગોંડલ રોડ નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર ફૂલ સ્પીડે આવી રહેલી હતી તે દરમિયાન બે યુવાનોની બાઇકને ટક્કર મારતા બંને યુવાનોના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે જોવા વાળાની તો આંખો જ ફાટી ગઈ હતી.
આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ બંને યુવાનોની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અકસ્માતમાં મૃત્યુને ભેટનાર બે યુવાનોના નામ સંતોષ ઉર્ફે બાબુરાવ અને સુનિલ ઉર્ફે સોનુ બજરંગી વર્મા નું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. જાણવા મળ્યું કે આ કારચાલક બંને યુવાનને અડફેટે લઈને ફરાર થઈ ચૂક્યો હતો.
જે બાદ પોલીસે પોતાના ચક્ર ગતિમાન કર્યા હતા. અને આજુબાજુમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવા લાગ્યા હતા. આમ આ અકસ્માત બનતા આજુબાજુના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થવા પામ્યો હતો. નજરો નજર જોતા ઘણા લોકો આ યુવાનોની મદદ માટે આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું અને યુવાનો મોત અને ભેટીયા હતા. આપણા ગુજરાતમાં આવા જ ઘણા લોકો હોય છે કે જે ક્યારેક અકસ્માતનો ભોગ બનતા હોય છે. ક્યારેક હિટ એન્ડ રનની ઘટના પણ સામે આવતી હોય છે. જેમાં ફૂટપાથ પર સૂતેલા લોકો પર કોઈ કાર ફૂલ સ્પીડે આવીને ચાલી જતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!