Gujarat

ચારધામ ની યાત્રા એ ગયેલા ભાવનગર ના દંપતી ને કરુણ મોત મળ્યુ ! બની એવી દુર્ઘટના કે બસ 50 મીટર ઉપર થી….

Spread the love

આજકાલ રોડ અકસ્માતના અવનવા બનાવો સામે આવતા હોય છે જેમાં એવા ભયંકર અકસ્માત ના એવા બનાવો જોવા મળી જતાં હોય છે કે તેમની ઘટનાની વિગતો સાંભળતા જ હદય કંપી ઊઠતું હોય છે ત્યારે આવો જ એક કમાટી ભર્યા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ચારધામની યાત્રા કરવા ગયેલ ભાવનગરના મહુવાના નિવાસી એક દંપતીનું કરૂણ અવસાન થયું છે.માહિતીમાં જાણવામાં આવી રહ્યું છે કે ઉતરાખંડ માં ગંગોત્રી હાઇવે પર એક યાત્રાની બસનું ખીણમાં પડવાથી ગોંજારો અકસ્માત સર્જાયો છે.

જેમાં 7 લોકોના અવસાન થયાના સમાચારો સામે આવ્યા છે તો ત્યાં જ 28 લોકોના ઇરજાગ્રસ્ત થયાનું પણ જાણવામાં આવ્યું છે.માહિતીમાં જાણવા મળ્યા અનુસાર ભાવનગર થી એક ખાનગી ટ્રાવેલસ 15 મી ઓગસ્ટ ના દિવસે ચારધામની યાત્રા માટે નીકળી હતી જેમાં કુલ 35 લોકો યાત્રા કરવા માટે જય રહ્યા હતા. ત્યારે ગંગીતરી હાઇવે પર જ બસ ને અકસ્માત નડ્યો હતો .જેમાં મહુવાથી આવેલ કુલ 4 લોકો માથી 2 દંપતી અવસાન પામ્યા હોવાના દુખદ સમાચાર સામે આવ્યા  છે

તો ત્યાં જ બે લોકોની સ્થિતિ ગંભીર જાણવામાં આવી છે.જેમાં મૃત્યુ પામનાર ભાવનગરના મહુવાના નિવાસી એવા ગણપતભાઈ પ્રતાપરાય મહેતા 61 વર્ષની ઉમર ધરાવતા હતા અને દક્ષાબેન ગણપતભાઈ મહેતા કે જે 57 વર્ષનું ઉમર ધરાવતા હતા તેમનું દુખદ અવસાન થયું છે અને માહિતીમાં જાણવામાં આવ્યા અનુસાર આ અકસ્માત ગંગોત્રી થી પરત આવતા સમયે બન્યો હતો. વધુમાં જાણવામાં  આવ્યું કે આ યાત્રાનું આયોજન ભાવનગર થી એક પ્રાઈવેટ ટ્રાવેલસ એજન્સીએ કર્યું હતું.

જેમાં ભાવનગર આસપાસના જિલ્લાના કુલ 30 યાત્રાળુઓ આ યાત્રાનો લાભ લઈ રહ્યા હતા. જેમાં મહુવાના 4 યાત્રાળુ એક પતિ પત્ની આ ગોંજારા અકસ્માત નો ભોગ બન્યા હતા ને તેમનું કમકમાટીભર્યું અવસાન નીપજયું હતું તો ત્યાં જ મહુવના અન્ય બે લોકોને ઇરજા થતાં તેમણે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ ગોજરા અકસ્માત ની જાણ થતાં જ ભાવનગર વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર ખડે આગે દોડતું જોવા મલી આવ્યું હતું અને ઉતરખંડ સરકાર નો સંપર્ક સાંધવામાં આવ્યો હતો ને સાથે જ યાત્રિકોના પરિવારના લોકોને સંપર્ક સાધીને વધુમાં વિગતો મેળવવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *