અમદાવાદ માં આવેલી મેકડોનાલ્ડ ની શોપ નું અડધું કોલ્ડ્રિક્સ પીધા બાદ નીકળી મરેલી ગરોળી…જુઓ ફોટા.
આજકાલ ના જમાનામાં લોકો ના મનમાં બહાર ફરવાનો અને બહાર જમવાનો, નાસ્તો કરવાનો ખુબ જ ક્રેઝ વધી ગયો છે. બહાર જમવામાં કે ક્યારેક નાસ્તો કરવામાં ક્યારેક એવી ઘટના બનતી હોય છે કે લોકો ચોકી જાય છે. ક્યારેક હોટેલ વાળા વાસી ખોરાક આપતા હોય છે કે જેના લીધે અનેકે બીમારીઓ પેદા થતી હોય છે. ક્યારેક જમવાની ડીશ માં કે કોલ્ડ્રિક્સ માં અમુક જીવડાઓ નીકળવાની ઘટના બનતી હોય છે.
અમદાવાદ ની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ ના એક વિસ્તાર માં આવેલી એક મેકડોનાલ્ડ ના કોલ્ડ્રિક્સ માંથી ગરોળી નીકળવાની ઘટના સામે આવી છે. અમદાવાદ ના સાયન્સ સીટી રોડ પર આવેલી મેકડોનાલ્ડ પર ભાર્ગવ જોશી નામનો યુવાન તેમના મિત્રો સાથે ગયો હતો. ભાર્ગવ જોશી એ કોલ્ડ્રિક્સ મંગાવી તે અડઘી કોલ્ડ્રિક્સ પીય ગયો બાદ સ્ટો વડે કોલ્ડ્રિક્સ હલાવતા અચાનક જ એક મરેલી ગરોળી ઉપર આવી હતી.
ભાર્ગવ આ જોઈ ને ડરી ગયો. તેને ત્યાંના મેનેજર ને વાત કરી પણ તેને ખાસ એવું ધ્યાન ના આપ્યું. તે કાઉન્ટર પર કહેવા ગયો તો તે લોકો એ કેશ રિફંડ મળી જશે એવું કહ્યું. પણ કોઈ ખાસ રિસ્પોન્સ ન તું આપતું. ભાર્ગવ જોશી એ બાદ માં આની ફૂડ એન્ડ ડ્રકસ વિભાગ, મીડિયા અને પોલીસ બધા ને જાણ કરી હતી. તેને કહ્યું કે તે છેક સુધી લડી લેવાના મૂડ માં છે.
ગરોળી નીકળતા લોકો પણ ચોકી ગયા હતા. કારણ કે આતો લોકો ના આરોગ્ય ની સાથે ચેડાં કહેવાય. એવું એક વાર નહીં વારંવાર ની ઘટનાઓ સામે આવતી જ હોય છે. આવું જમવાનું કે કોલ્ડ્રિક્સ લોકો ને લેવાથી અનેક બીમારીઓ નો સામનો કરવો પડતો હોય છે.