લગ્ન સમારોહ માં અચાનક ઘુસી આવ્યો મહાકાય આખલો ! આખલા ને જોઈ ચારેકોર થઇ ગયો દેકારો,,જુઓ વિડીયો.
હાલમાં ભારતમાં લગ્નનો ગાળો ખૂબ જોરશોર થી ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર પણ લગ્નના રિલેટેડ ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. લગ્ન પ્રસંગ જ્યાં હોય ત્યાં ખૂબ મોટી સંખ્યામાં પરિવાર ના સભ્યો અને મહેમાનો ઉપસ્થિત થતા હોય છે. ખાસ કરીને હવે લોકો લગ્ન સમારોહ કોઈ ખુલ્લા પાર્ટી પ્લોટ માં આયોજન કરતા હોય છે. જેથી મોટી સંખ્યામાં મહેમાનો હાજરી આપી શકે.
આ પાર્ટી પ્લોટ માં તમામ લગભગ વ્યવસ્થાઓ રાખવામાં આવતી હોય છે અને સિક્યુરિટીની પણ તમામ વ્યવસ્થાઓ રાખવામાં આવતી હોય છે. પરંતુ હાલ એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જોઈને જોઈને લોકોના હૃદય કંપ ઉઠ્યા છે. એક લગ્ન પ્રસંગમાં એક આખલો અચાનક આવી ચડે છે અને એવો તહેલકો મચાવે છે કે જોવા વાળાના તો હોશ જ ઉડી ગયા હતા.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો છે. તેમાં ઘણા બધા મહેમાનો પણ સામેલ જોવા મળે છે. અચાનક થાય છે એવું કે રખડતો ભટકતો કોઈ આખલો અચાનક પાર્ટી પ્લોટ માં આવી ચડે છે અને પહેલા જમણવારના કાઉન્ટર પાસે જતો જોવા મળે છે. થોડા ઘણા લોકો તેને બહાર ધકેલે છે પરંતુ આખલો બેકાબુ થઈ જાય છે અને આમથી તેમ દોડવા લાગે છે.
View this post on Instagram
આખલાને જોઈને પ્લોટમાં હાજર પરિવારન ના સભ્યો પોતાને સહી સલામત સ્થળો પર ખસેડવા લાગે છે અને પોતાનો જીવ બચાવે છે. આખલો અચાનક પાર્ટી પ્લોટ માં ઘુસી આવતા લોકો પણ ડરી ગયા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા ના instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે. લગ્ન પ્રસંગમાં આવી ઘટના બનતા રંગમાં ભંગ પડી જતો હોય છે અને લોકો પણ ખૂબ જ ડરી જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!