દેવાયત ખવડ થયા ભૂગર્ભ મા 72-કલાક છતાં પકડ થી દૂર ! ઈજાગ્રસ્ત ની માતા સહીત ક્ષત્રિય સમાજની બહેનો,,જાણો.
છેલ્લા થોડા સમયથી ગુજરાતના લોક સાહિત્યકાર દેવાયત ખવડ ચર્ચા નો વિષય બનેલા છે. દેવાયત ખવડ નું મૂળ ગામ રાજકોટ જિલ્લાના મુળી દુધઈ ગામ છે. ત્યાંથી જ તેમણે પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમના પિતા દાનભાઈ ખવડ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા. બાળપણથી ઈશરદાન ગઢવી ને દેવાયત ખવડ સાંભળતા ત્યારથી જ તેને લોક સાહિત્યકાર બનવાની પ્રેરણા મળી હતી.
દેવાયત ખવડ હાલના દિવસોમાં ચર્ચાનો વિષય છે. કારણ કે બુધવારના રોજ બપોરે સર્વેશ્વર ચોકમાં ચિત્રકૂટ એપાર્ટમેન્ટ સામે જઈ રહેલા બિલ્ડર મયુરસિંહ સંપત્તિહ રાણા ઉપર દેવાયત ખવડે પોતાના સાગરીતો સાથે આવીને મયુરસિંહ રાણા ઉપર ધોકા અને પાઇપ વડે બેફામ રીતે હુમલો કર્યો હતો. હુમલાને લઈને મયુરસિંહ રાણા ને ગંભીર ઇજા થઈ હતી. જેથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે.
આ બાબતે ઇજાગ્રસ્ત મયુરસિંહ રાણા ની માતા અને ક્ષત્રિય સમાજની બહેનો કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા અને આ બાબતે દેવાયત ખવડને તેના કર્મોની સજા મળવી જોઈએ અને તેની ધરપકડ કરીને તેનું સરઘસ કાઢવું જોઈએ એવી વાત ક્ષત્રિય સમાજની બહેનો સાથે ઇજાગ્રસ્ત યુવક ની માતાએ રજૂ કરી હતી. જાણવા મળ્યું કે ઘટનાના 72 કલાક હોવા છતાં પણ દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર છે.
તેના ઘરે પોલીસ પહોંચી તો તેના ઘરે મેઈન ગેટ ઉપર તાળું જોવા મળ્યું હતું. દેવાયત ખવડનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. ત્યારબાદ રાજકોટ પોલીસ તેના મૂળ વતન મુળી દુધઈ ગામે રવાના થઈ હતી. દેવાયત ખવડ ની વાત કરવામાં આવે તો દેવાયત ખવડ ડાયરા કરતા આવા મામલાઓમાં વધુ જોડાયેલા રહે છે. મયુરસિંહ રાણાએ પોલીસ અરજીમાં પોતાની વાત રજૂ કરતા વિગતે જણાવ્યું હતું કે,,
તારીખ 23-9-2021 ના રોજ રાત્રે તે પોતાના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયા હતા. એ સમયે તેના મામાના ઘરની સામે દેવાયત ખવડે ગેરકાયદેસર ગાડી પાર્ક કરી હતી. આથી તેને દેવાત ખવડને એ અંગે જાણ કરી તો નશામાં દૂધ દેવાયત ખવડે તેને રિવોલ્વર બતાવી અને કહ્યું કે તારાથી થાય તે કરી લે ગાડી ત્યાંથી નહીં હટે. આમ ત્યારથી બંને વચ્ચે દુશ્મની ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. એ સમયે જ્ઞાતિઓ વાળા હોય એ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું પણ હજુ મામલો ઊંચકેલો જોવા મળે છે. આમ ખાસ તો એ કે 72 કલાક હુમલાના વિત્યા હોવા છતાં પણ પોલીસ પકડથી દૂર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!