India

અભિનેતા મનોજ બાજપેયી દુઃખ ના દરિયા માં ગરકાવ ! મનોજ બાજપેયી ના દિલ ની નજીક ના વ્યક્તિ નું થયું મોત,,જાણી ને.

Spread the love

બોલીવુડ સાથે સંકળાયેલા અભિનેતા મનોજ બાજપેયી ના માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. અભિનેતા મનોજ બાજપેયી ના પિતા રાધાકાંત બાજપેયી નું એક વર્ષ પહેલા નિધન થયું હતું. પિતાના નિધનના એક વર્ષ બાદ ગુરુવારે તેમની માતા ગીતા દેવીનું નિધન થઈ ચૂક્યું છે. ગુરુવારે સવારે મનોજ બાજપેયી ના માતા ગીતા દેવીનું 80 વર્ષની વયે નિધન થયું છે. સમાચારોના માધ્યમથી જાણવા મળ્યું હતું કે મનોજ બાજપેયીના માતા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા.

તેમની સારવાર દિલ્હીની હોસ્પિટલમાં ચાલી રહી હતી. ગીતાદેવીએ ગુરુવાર સવારના રોજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જે બાદ મનોજ અને તેના પરિવારના લોકોમાં શોકની લાગણી છવાઈ ચૂકી હતી. મનોજ જેટલા સારા અભિનેતા છે તેવા સારા એક પુત્ર પણ હતા. તે તેના પુત્ર તરીકેની તમામ જવાબદારીઓ સારી રીતે નિભાવતા હતા. આ બાબતની જાણકારી પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ટ્વીટ કરીને આપી હતી અને એ બાબતે દુઃખ પ્રગટ કર્યું હતું.

મનોજ બાજપેયી ના વર્કની વાત કરવામાં આવે તો ટૂંક સમય મા તેનું મુવી સિર્ફ એક બંદા કાફી હૈ રિલીઝ થવાનું છે. જેનો ફર્સ્ટ લુક શેર કરવામાં આવ્યો હતો. જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. મનોજ બાજપેયી ના માતાના મૃત્યુ પછી બોલીવુડના ઘણા બધા કલાકારોએ આ બાબતે શોક વ્યક્ત કર્યો હતો. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે મનોજ ના માતા ગીતા દેવીનું નિધન થયું છે તેમને લખ્યું હતું કે મનોજ તમારી માતાના નિધનથી દુઃખી છું. તમારા સમગ્ર પરિવાર પ્રત્યે અમારી સંવેદના.

મનોજ બાજપેયી ની વાત કરવામાં આવે તો તે એક શ્રેષ્ઠ કલાકાર છે અને બોલીવુડમાં તેને એક થી એક ચડિયાતી મુવીમાં કામ કરેલું છે. તેનો રોલ લોકોને ખૂબ જ પસંદ આવતો હોય છે અને તેના ચાહકો પણ ઘણા હોય છે. લોકો તેમના માતાના મોતના સમાચાર સાંભળીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *