લગ્ન સ્થળ પર ઉડી ખુરશીઓ ! કન્યા અને વર પક્ષ ના લોકો એ કરી ખુલ્લા હાથે મારામારી દહેજ માં 5-લાખ,,જાણો.
આપણા ભારતમાં હાલ લગ્નની સિઝન અને શિયાળાની ઋતુ ખુબ ધૂમ મચાવી રહી છે. લગ્ન પ્રસંગમાં લોકો મશગૂલ થઈ ગયેલા જોવા મળે છે. પરંતુ લગ્ન પ્રસંગમાં પણ ક્યારેક નાના મોટા ઝઘડાઓ થઈ જતા હોય છે. એવી એક ઘટના હરિયાણાના હિસ્સારથી સામે આવી છે. જેમાં જાણવા મળ્યું કે હરિયાણાના એક ગામમાં શુક્રવારે રાત્રે એક લગ્ન સમારંભમાં કન્યા પક્ષ અને વર પક્ષના પરિવાર વચ્ચે ઉગ્ર ઝગડો થયો હતો.
જે બાદ જાન દરવાજેથી જ પાછી વાળવામાં આવી હતી અને બંને પક્ષો વચ્ચે એવો ઉગ્ર ઝઘડો થયો હતો કે લગ્ન ના સ્થળ ઉપર ખૂબ તોડફોડ પણ કરવામાં આવી હતી. વધુ વિગતે વાત કરીએ તો જ્યારે જાન મંડપે પહોંચી ત્યારે આ આખી ઘટના બની હતી. જેમાં કન્યા ના પિતાએ આ બાબતે વાત કહી અને કન્યા ના પિતાએ કહ્યું કે વરરાજા ના પક્ષે તે લોકો પાસે પાંચ લાખ રૂપિયા દહેજની માંગ કરવામાં આવી હતી.
રાત્રે જ્યારે જાન લગ્ન મંડપ સુધી પહોંચી ત્યારે આ ઝઘડો થયો હતો. કન્યા અને તેના પિતા વિજય કુમારે કહ્યું હતું કે વર પક્ષ તરફથી દહેજમાં પાંચ લાખ રૂપિયા ની માંગણી કરવામાં આવી હતી. કન્યા ના પરિવાર દ્વારા પૈસા આપવાની ના પડતા આ ઝઘડો થવા લાગ્યો હતો અને છોકરા ના પક્ષ તરફથી લગ્ન સમારંભમાં તોડફોડ કરવામાં આવી હતી અને મારામારી પણ કરવામાં આવી હતી. જેમાં કન્યાના મામા દીપક અને ધર્મેન્દ્રને ઇજા ઓ પહોંચી હતી.
તો બીજી તરફ વર પક્ષ એટલે કે છોકરાના પિતા મણીરામે ફોન પર જણાવ્યું કે તે લોકોની જાન લગ્ન મંડપ સુધી મોડી પહોંચી હતી. આથી કન્યાના પક્ષ દ્વારા આ બાબત ને લઈને ઝગડો કરવામાં આવ્યો હતો. છોકરાના પિતાએ જણાવ્યું કે તેઓની જાન મોડી પહોંચતા આ આખી ઘટના બની હતી અને તેને મારામારી અને ઝઘડા નું આ કારણ આપ્યું હતું.
આમ બંને પક્ષોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા. જે બાદ આ ઘટનામાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બાબતની જાણ રાત્રે પોલીસને કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર બાબતે માહિતી મેળવી હતી અને ઘટના બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!