હોસ્પિટલ માં માતા બાળક ના મૃતદેહ ને ગળે વળગાળી ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યા હતા 10-માસ ના બાળક સાથે બની ભયાનક ઘટના,
સુરત જિલ્લામાંથી હાલ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં માતા પિતા માટે નાના બાળક માટે લાલ બત્તી સમાન કિસ્સો દર્શાવી શકાય. જેમાં માત્ર એક દસ મહિનાના બાળકનું એવી રીતે મોત થઈ ગયું કે જેને જાણીને લોકોના હૃદય કંપની ઉઠ્યા છે. વધુ વિગતે વાત કરીએ તો સુરત જિલ્લામાં આવેલા શિવ સાઈ બિલ્ડીંગ માં રહેતા 10 માસના બાળક સાથે એવી ઘટના બની કે દસ મહિનાનું બાળક આદર્શ પાંડે તેના અઢી વર્ષના મોટાભાઈ પ્રિયાંશુ પાંડે સાથે ઘરમાં રમી રહ્યો હતો.
અને તેની માતા રસોડામાં કામ કરી રહી હતી. બાદમાં બંને ભાઈઓ માંથી 10 મહિનાનો બાળક રમતા રમતા રબરનો ફુગો પોતાના મોઢામાં નાખી દીધો હતો. બાદમાં તે રબરનો ફુગ્ગો તેના ગળામાં ફસાઈ ગયો હતો જેના બાદ બાળકનો રડવાનો અવાજ આવ્યો એટલે માતા તરત બહાર આવી જે બાદ અઢી વર્ષના બાળકે તેની માતાને કહ્યું હતું કે તેનો ભાઈ ફુગ્ગો ગળી ગયો છે. જે બાદમાં માતાએ ફુગાને બહાર કાઢવાની કોશિશ કરી.
પરંતુ ફુગાનું રબર ગળામાં ફસાઈ ગયું હતું. જેના બાદ તેની માતા તેને તાત્કાલિક હોસ્પિટલે લઈને દોડી ગયા હતા. માતાએ બાળકને ચારથી પાંચ હોસ્પિટલમાં લઈ ગયા. પરંતુ કોઈ હોસ્પિટલમાંથી સરખો જવાબ ન મળવાને કારણે અંતે માતા તેને સિવિલ હોસ્પિટલમાં લઈને દોડી આવ્યા હતા. પરંતુ સમય એટલો બધો વીતી ગયો હતો કે સિવિલ હોસ્પિટલ પહોંચતા ત્યાં ફરજ પરના તબીબ હોય બાળકને મૃત જાહેર કર્યો હતો. આમ બાળકનું અંતે મૃત્યુ નીપજ્યું હતું.
માતા ફુલકુમારી પાંડે અને તેના પિતા ને બાળકના મૃત્યુના સમાચાર મળતા હોસ્પિટલમાં જ ગમગીન વાતાવરણ ફેલાઈ ચૂક્યું હતું અને બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આમ આવી ઘટના બનતા માતા પોતાના બાળકની લાશને વળગાડીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી તો પિતાને સંભાળવા પણ મુશ્કેલ થઈ ચૂક્યા હતા. આમ આવી ઘટના સામે આવતા લોકો એ ભારે દુઃખની લાગણી વ્યક્ત કરેલી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!