India

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં છવાયો સન્નાટો ! એક સમય ના મહાન અભિનેતા વિક્રમ ગોખલે નું 80-વર્ષ ની વયે થયું નિધન,

Spread the love

હાલમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં થી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલીવુડના એક જમાનાના દિગ્ગજ અભિનેતા એવા વિક્રમ ગોખલે એ પુણે ની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. છેલ્લા ઘણા સમયથી બોલીવુડ ઇન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અનેક કલાકારોના મોતના સમાચાર સામે આવી ચૂક્યા છે. એવામાં બોલીવુડના એક ઉમદા કલાકારનું નિધન થતા બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફરી સન્નાટો છવાઈ ચૂક્યો છે.

અભિનેતા વિક્રમ ગોખલેની વાત કરવામાં આવે તો તેને 1971ના વર્ષમાં માત્ર 26 વર્ષની ઉંમરે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો અને અભિનય ની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ હતી પરવાના જેમાં તેને સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. વિક્રમ ગોખલે નું નામ ખાસ તો હમ દિલ દે ચૂકે સનમ મુવી થી ફેમસ થયું હતું. જેમાં તેણે એશ્વર્યા રાય બચ્ચન સાથે રોલ ભજવ્યો હતો. જેમાં વિક્રમ ગોખલે એશ્વર્યા રાય બચ્ચનના પિતાનો રોલ ભજવ્યો હતો.

આ ઉપરાંત તેને અગ્નિપથ અને ખુદાગવાહ માં પણ પોતાનું કામ આપેલું છે. તેને 1971ના વર્ષમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આમ અભિનેતા મૃત્યુ પામતા બોલીવુડ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા અભિનેતાઓએ પણ તેને શ્રદ્ધાંજલિ પાઠવી છે. હજુ બે દિવસ પહેલા જ વિક્રમ ગોખલેના નિધનની અફવા ફેલાઈ હતી જેના પર તેમની પુત્રીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમના પિતા હજુ જીવે છે. એવામાં હવે વિક્રમ ગોખલેનું સાચે જ નિધન થઈ ચૂક્યું છે.

80 વર્ષની ઉંમરે તેમણે પુણે ની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. વિક્રમ ગોખલે ઘણા સમયથી બીમાર હાલતમાં હતા આથી તેમને પુણે ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમ બોલીવુડ ઇન્ડસ્ટ્રએ એક મહાન કલાકાર ગુમાવ્યા છે. ભારતમાં તેના અનેક ચાહકો જોવા મળે છે. તેમના મોતના સમાચાર સામે આવતા ની સાથે જ ચાહકોના દિલોમાં પણ દુઃખની લાગણી પહેલાં ચૂકી છે અને કોમેન્ટ કરીને પ્રતિક્રિયાઓ આપીને તેને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *