અમેરિકા માં વસતા પંજાબી પરિવાર ની થઇ દર્દનાક હત્યા! બદમાશો એ અપહરણ કરી એવું દર્દનાક મોત આપ્યું કે,જાણી ને ધ્રુજી ઉઠશે.
રોજબરોજ આત્મહત્યા, હત્યા, લૂંટફાટ, ચોરીના અનેક કેસો સામે આવતા હોય છે. આપણા ભારતીય લોકો ભારતમાં જન્મી ને બહાર વિદેશમાં અભ્યાસ કરવા અથવા તો સ્થાયી થતા હોય છે. અમેરિકા, કેનેડા અને કેટલાક દેશો છે કે જ્યાં અનેક ભારતીયો લોકો વસે છે. પરંતુ ભારતમાંથી જતા કેટલાક લોકો ઉપર ત્યાં વિદેશમાં પણ હુમલા અને હત્યાની ઘટનાઓ બનતી હોય છે.
એવી જ એક ઘટના અમેરિકાના કેલિફોર્નિયામાં બની હતી. જ્યાં વસવાટ કરી રહેલા એક પંજાબી પરિવારના ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કર્યા બાદ એક જ પરિવારના ચારેય સભ્યોની હત્યા કરી નાખવામાં આવી છે. જે બાદ પંજાબમાં વસતા તેના પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ ચૂકી છે. આ બાબતે વધુ વાત કરીએ તો,
પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડા ગામના રહેવાસી જસદીપ સિંહ અને તેનો પરિવાર અમેરિકાના કેલિફોર્નિયા માં વસવાટ કરી રહ્યો હતો. જેનું કેટલાક લોકોએ છરીની અણી ઉપર અપહરણ કરી દીધું હતું. ત્યારબાદ આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું કે ટેલિફોર્નિયાના મર્સિડો કાઉન્ટી નામના વિસ્તારમાંથી 36 વર્ષના જસદીપ સિંહ, તેમની પત્ની જસલીન કૌર 27 વર્ષ, તેમની પુત્રી આરોહી 8 માસ, અને તેમના ભાઈ અમનદીપ સિંહ ૩૯ વર્ષ નું અપહરણ કરવામાં આવ્યું હતું.
જે બાદ આ બાબતે પોલીસને જાણ થતા તે લોકો ની શોધખોળ શરૂ હતી. પરંતુ બુધવારે સાંજે ત્યાં આવેલા ઇન્ડિયાના રોડ નજીકના એક પાર્કમાંથી તમામ લોકોની ગોળી મારેલી હાલતમાં લાશો મળી આવી હતી. જે બાદ આ સમગ્ર ઘટનાનો અહેવાલ મર્સિડ કાઉન્ટી શેરિફ વર્ન વોર્નેકે રજૂ કર્યો હતો અને તમામની મોતની પુષ્ટિ કરી હતી. આ પંજાબી પરિવાર ત્યાં ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ કરી રહ્યો હતો.
જ્યારે અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કેલિફોર્નિયાના ફાયર અધિકારીઓએ મર્સિડની બહારના એક વિસ્તારમાંથી અમનદીપ સિંહની સળગાવેલી ટ્રક જપ્ત કરી હતી અને અપહરણકર્તા ઓ એ તમામ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે શંકાને આધારે ૪૮ વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ પંજાબમાં વસવાટ કરતા માતા કૃપાલ કૌર અને અમનદીપસિંહ અમેરિકા જવા રવાના થયા હતા. આ સમગ્ર ઘટના બનતા અમેરિકામાં વસવાટ કરી રહેલા ભારતીય લોકોમાં પણ શોકની લાગણી અને ડરનો માહોલ પેદા થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!