IndiaEntertainment

ગજબની રમત કરી ગયો એક વ્યક્તિ!! ભગવાનની દાનપેટીમાં નાખ્યો 100 કરોડનો ચેક, ચેક બેંકમાં જમા કરાવ્યો તો હકીકત જાણી માથું ચક્કર…

Spread the love

હાલમાં આધુનિક સમયમાં એવા અજીબો ગરીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જે આપણને આશ્ચર્ય માં મુકી દેતા હોય છે અને ઘણા કિસ્સા તો એવા હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે હાલમાં એક એવો જ કિસ્સો સામે આવી રહ્યો છે કે જે દરેક લોકોના હોશ ઉડાવી રહ્યો છે. આંધ્રપ્રદેશ ના વિશાખાપટ્ટનમ માથી એક હેરાન કરનારો કિસ્સો સામે આવી રહ્યો છે જ્યાં એક ભક્ત એ મંદિરમાં 100 કરોડ રૂપિયા નો ચેક આપીને મંદિરને દાનપાત્ર માં નાખ્યો હતો.

જ્યાંરે  મંદિર પ્રબંધન એ ચેક ને કેશ કરાવવા માટે બેન્કનો સંપર્ક કર્યો તો મંદિર પ્રબંધન ના હોશ જ ઊડી ગયા. કેમકે જે એકાઉન્ટ માથી તે ચેક સબંધિત હતો તે એકાઉન્ટ માં માત્ર 17 રૂપિયા જ બેલેન્સ હતું. હવે આ ચેકનો ફોટો બહુ જ જડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. અને સોશિયલ મીડિયા પરના લોકો ચેક નાખનાર ને લઈને ભિન્ન ભિન્ન વાતો કરી રહ્યા છે.વાસ્તવમાં આ ઘટના વિશાખાપટ્ટનમ ના સીમહાચલમ માં શ્રી વરાહ લક્ષમી નરસિંમ્હા સ્વામી વારી દેવસ્થાનમ મંદિર નો છે.

આ મંદિર માં આવેલ દાનપેટી માં આવેલ દાનને જોઈ રહ્યા હતા. આ દરમિયાન મંદિર પ્રબંધક ને નોટો ની વચ્ચે થી એક ચેક મળ્યો હતો. આ ચેકમાં 100 કરોડ રૂપિયા ની રાશિ લખેલી હતી. આ જોઈને મંદિર પ્રબંધક માં ખુશીની લહેર દોડી ગઈ હતી. આના પછી ચેકને જ્યારે કેશ કરાવવા માટે મંદિરના પ્રબંધક ના લોકો બેંકમાં પહોચ્યા અને ચેકને કેશ કરાવા માટે આપ્યો તો કોટક મહેન્દ્રા બેન્ક એ આ ચેકને જ્યારે બેંકવાળાને આ એકાઉન્ટ સાથે જોડાયેલ હતો .

તેને ચેક કર્યું તો તે જોઈને બેન્કના અને પ્રવબંધક ના હોશ જ ઊડી ગ્યાં હતા.કેમકે ચેક તો 100 કરોડ રૂપિયાનો હતો પરંતુ તેનાથી સબંધિત એકાઉન્ટ માં માત્ર 17રૂપિયા જ હાજર હતા. હવે આ સંપૂર્ણ બનાવ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે 100 કરોડ રૂપિયા ના ચેકની તસવીર પર સામે આવી છે. જોકે આ સબંધમાં કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ કરવાની વાત સામે આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે કોઈએ મજાક મજાક માં આટલી મોટી રકમ લખેલો ચેક મંદિરની દાનપેટી માં નાખી દીધો હોય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *