Gujarat

રાજકોટમાંથી સામે આવી ખુબ દુઃખદ ઘટના ! પડઘરીમાં યુવક માટે યમદૂત બન્યું ડમ્પર, શું બની પુરી ઘટના..જાણો

Spread the love

હાલમાં રોજબરોજ અકસ્માતના અવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં લોકોની વાહન ચલાવાની નાની એવી ભૂલના કારણે માસૂમ લોકોને પોતાના જીવન થી હાથ ધોવાનો વારો આવી જતો હોય છે. ઘણા અકસ્માત એવા પણ બની જતાં હોય છે કે તેમાં વાહન ચલાવનાર ની લાપરવાહી  શિકાર માસુમ લોકો થઈ જતાં હોય છે અને મોતને ભેટતા હોય છે ત્યારે આવો જ દીલને હચમચાવી દેનાર એક કિસ્સો સામે આવી રહ્યો છે.

જ્યાં પડધરી રોડ પર એક બાઇક પર સવાર થઈ રહેલ યુવાનને પુરજડપથી આવી રહેલ ડમ્પર ચાલક એ ટક્કર મારી દીધી હતી જેના કારણે યુવાન નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે અને આ અકસ્માત કર્યા બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે.વધુમાં માહિતીમાં જાણવામાં આવ્યું કે પડધરી થી નેકનામ જવાના રસ્તે ઉકરડા ગામમાં જ બપોરના સમયે બાઇક પર સવાર થઈને જાડેજા સૂર્યપાલસિંહ મહેન્દ્ર્સિંહ કે જે 27 વર્ષની ઉમર ધરાવતા હતા .

અને પદધરીના ગજાનન પાર્ક ખાતે રહેતા હતા. તેઓ બાઇક પર જય રહ્યા હતા ત્યારે પડધરી થી ફૂલ જડપથી આવી રહેલ ડમ્પર એ સામેથી આવી રહેલ સૂર્યપાલસિંહ ને ટક્કર મારી દીધી હતી આથી ડમ્પર સાથેની તેમની ટક્કર  એટલી બધી જોરદાર હતી કે તેઓ રોડ પર પટકાઈ ગયા હતા, આ ઘટના બનતા જ ડમ્પર ચાલક ત્યાથી  ફરાર થઈ ગયો

અને આ ઘટનાને થતાં જ આસપાસના લોકો જમા થઈ ગ્યાં હતા અને રોડ પર ઇરજા પામેલ સૂર્યપાલસિંહ ને તત્કાળ પડધરી ના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. આ ઘટના ની જાણ પરિવારના લોકોને થતાં જ તેઓ ના માથે જાણે આભ તૂટી પડ્યું હોય એવો આઘાત લાગ્યો હતો. અને આ સાથે જ પોલીસ પાસે ડમ્પર ચાલક ની ધરપકડ કરીને તેની વિરુધ્ધ કાર્યવાહી કરવાની પણ માગણી કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *