Gujarat

સુરતમાંથી સામે આવ્યો અંગદાનનો ખુબ સુંદર બનાવ ! તબીબોએ યુવકને બ્રેનડેડ જાહેર કર્યો તો પરિવારે દુઃખમાં પણ એવો નિર્ણય લીધો કે જાણી તમે વખાણ કરી થાકશો…

Spread the love

હાલમાં સુરત ડાયમંડ ઉધ્યોગ ની સાથે સાથે ઓર્ગન ડોનર સિટી તરીકે પણ પરખ્યાત થયું છે ત્યારે સુરત શહેરમાથી એક 24 વર્ષના યુવાન નું બ્રેન ડેડ થતાં તેના પરિવારના લોકોએ આ દુખણાં સમયમાં પણ હોશ થી કામ લઈને તે યુવક ના ફેફસા, કિડની અને ચક્ષુ નું દાન કરીને પાંચ લોકોને નવજીવન આપ્યું છે.આ અંગદાનમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ  એક મુંબઈ ના રહેવાસી અને 57 ની ઉમર ધરાવતા વ્યક્તિને કરવામાં આવ્યું છે જેના માટે સુરતના ડાયમંડ હોસ્પિટલ થી મુંબઈ નું 287 કિમી નું અંતર હવાઈ માર્ગે કાપીને ફેફસા મુંબઈ પહોચાડવામાં આવ્યા છે.

માહિતીમાં જાણવામાં આવી રહ્યું છે કે મૂળ રાજકોટના નિવાસી અને હાલમાં સુરત ના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સાઈનાથ સોસાયટી માં 24 વર્ષનો જય દિનેશભાઇ ખેરડીયા પોતાના પરિવારની સાથે રહેતો હતો. આ યુવાન પરિવારમાં એકનો એક દીકરો હતો અને તેની એક બહેન છે તે પરણિત છે. જય ખેરડીયા N. J ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ પ્રા. લી કંપાઈ માં એક ડેપ્યુટી આસિસ્ટટ મેનેજર તરીકે કામ કરો હતો. જય ને 30 જુલાઇ ના રોજ અચાનક જ માથા માં દુખાવો અને ઉલ્ટી થવા લાગી હતી.

આથી તેને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં નિદાન માટે CT સ્કેન કરતાં તેને બ્રાઇન હેમરેજ થયાનું સામે આવ્યું હતું. જય ના બ્રેઇન ડેડ થયાની જાણ થતાં જ ત્યાં ડોનેટ લાઈફ ની ટિમ આવી પહોચી હતી ને આંગદાન નું મહત્વ અને તેની સમગ્ર પ્રકિયા જણાવી હતી. જેના પછી જય ના પિતા દિનેશભાઇ એ જણાવ્યુ કે અમે ખુબ જ સામાન્ય પરિવારના છીએ. જીવનમાં કોઈ ચીજ વસ્તુઓનું દાન કરી શકીએ તેમ નથી. મારો પુત્ર બ્રેઈનડેડ છે, ત્યારે મારા પુત્રના અંગોના દાન થકી વધુમાં વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા સંમતિ આપીએ છીએ.

આમ પરિવાર જનોની દુખના સમયમાં પણ હોશ જાણવીને પોતાના દીકરાના અંગો નું દાન કરવાની સહમતી મળી હતી જેમાં જય ની બે કિડની અમદાવાદ ની સ્ટર્લિંગ હોસ્પિટલ મોકલવામાં આવી હતી અને ફેફસા ને મુંબઈ ની ગ્લોબલ હોસ્પિટલ માં ફાળવવામાં આવ્યા હતા. ત્યાં જ બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેક ના ડો. પ્રફુલ શિરોયે સ્વીકાર્યું હતું. આ સાથે જ ફેફસા ને સમય સર મુંબઈ પહોચાડવા માટે સુરત શહેર ની પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર પણ બનાવવામાં આવ્યો હતો. આમ પરિજનોએ પોતાના યુવાન દીકરાનું બ્રેન ડેડ થતાં જ સમાજદારી પૂર્વક અંગદાન કરવાનો નિર્ણય કરીને માનવતાની મહેક ફેલાવીને સમાજને એક નવી રાહ ચીંધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *