અરે આ શું ? જંગલ નો રાજા કહેવાતો બબ્બર સિંહ બકરીની જેમ લીલા પાંદડા ખાવા લાગ્યો….વિડીયો જોઈને તમારી પણ આંખો ફાટી રહી જશે….
ઇન્ટરનેટ ની દુનિયામાં રોજબરોજ જાનવરો ને લગતા અવનવા વિડીયો જોવા મળી જતાં હોય છે જેમાં ઘણા ખૂંખાર જાનવરો ના તો એવા વિડીયો સામે આવતા હોય છે કે જે જોઈને લોકો હેરાન રહી જતાં હોય છે. કોઈ જાનવર પોતાની શક્તિનું પ્રદર્શન કરતું નજર આવતું હોય છે તો કોઇ તેના બાળક ની સુરક્ષા કરતું નજર આવતું હોય છે. ચિતો, સિંહ, વાંદરા અથવા હાથી જેવા જાનવરો ના ક્યૂટ, ભાવુક અથવા શિકાર અને લડાઈ જગડા ના વિડીયો સોશિયલ મીડિયા પર આવતા રહેતા હોય છે. આ વચ્ચે જ ફરી એકવાર એક સિંહ નો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
જેમાં સિહ કે જેને જંગલ નો રાજા કહેવામા આવે છે તે એવી હરકત કરતો દેખાઈ રહ્યો છે કે વિડીયો જોવા બાદ લોકો ચકિત થઈ રહ્યા છે અને પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. શું તમે ક્યારેય કોઈ સિંહ ને ઘાસ ફૂસ ખાતો જોયો છે ? તમને પણ એમ થશે આ કેવો સવાલ , વળી જંગલ નો રાજા ગણાતો બબ્બર સિંહ જે માસ ખાઈને જીવતો હોય તે વળી આવા ઘાસ ફૂસ ને પાદદા કેમ ખાઈ ? પરંતુ અત્યારે જે વિડીયો સામે આવી રહ્યો છે.
એમાં કઈક આવા જ દ્રશ્યો જોવા મલી આવ્યા છે જે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ રહયા છે. આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક સિંહ ઝાડ ની ડાળીને પકડીને ઊભો છે અને તેમાં રહેલ લીલા પાંદડા ને બહુ જ આનદ થી ખાઈ રહ્યો છે. આ વિડીયો જોતાં જ ઘણા લોકોને પોતાની આંખ પર વિશ્વાસ થઈ રહ્યો નથી કે ભલા કોઈ સિંહ માસ મૂકીને આમ પાંદડા કઈ રીતે ખાઈ રહ્યો છે? આ વિડીયો ને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને અલગ અલગ પ્રતિકિયા પણ લોકો આપી રહયા છે.
જેમાં એક મીડિયા યુજરે લખ્યું કે શું વાઘ પણ ઘાસ ખાય છે ? તો ત્યાં જ બીજાએ લખ્યું કે સિંહ ક્યારેય ઘાસ નથી ખાતા. આ તો ઊંધું થઈ ગયું. ત્યાં જ એક યુજરે લખ્યું કે મેડિસિન પ્લાનટ જે શરિર ને ઠંડક આપે છે. આ વિડિયોને ભારતીય વન સેવા અધિકારી શુશાંત નંદા એ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે જેના કેપશનમાં લખ્યું છે કે જી હા , આ તમારા માટે ચકિત કરનારી વાત હો શકે છે. પરંતુ આના ઘણા કારણો હોય શ્ગકે છે જેમાં સિંહ ઘાસ અને લીલા પાન નું સેવન કરે છે. હાલમાં તો આ વિડીયો જોઈને લોકો ચકિત થઈ રહ્યા છે.
Yes. Lions sometimes eat grass & leaves. It may come as a surprise, but there are many reasons as why they eat grass & leaves.
It helps them to settle stomach aches & in extreme cases provides water. pic.twitter.com/Crov6gLjWm
— Susanta Nanda (@susantananda3) July 21, 2023