કડીમાં બની ખુબ દુઃખદ ઘટના!! બે મિત્રો ઝાડ નીચે બાઈક લઈને ઉભા હતા ત્યાં જ થયું એવુ કે જાણી તમે ભાવુક થશો…. જાણો પુરી ઘટના
હાલમાં ચોમાસાએ પોતાનું આગમન કર્યું છે ત્યારે ચારેબાજુ વરસાદી માહોલ જોવા મલી આવ્યો છે. આ સાથે જ નદીઓ, તળાવો માં પાણી ની સપાટી ઉપર આવેલી જોવા મલી આવે છે તો ઘણી જગ્યાએ વરસાદ ના કહેર થી પૂર ની સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે. હાલમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વિજળી પાડવાની ઘટનાઓ પણ જોવા મલી જતી હોય છે ત્યારે આવી જ ઘટના કડી થી સામે આવી રહી છે
કે જ્યા કડી તાલુકાના ઢોરીયા ગામના યુવક પોતાની મિત્ર ની સાથે કડી બાજુ આવી રહયા હતા, અને વરસાદ વરસતો હોવાથી બંને મિત્રો એક ઝાડ ની નીચે ઉભા રહયા હતા ત્યારે જ વીજળી ના મોટા કડાકા ની સાથે જ્યા મિત્રો ઉભા હતા તેમના ઉપર વીજળી પડી જેમાં વીજળી પડતા એક મિત્રનું દુઃખદ અવસાન થયું છે તો બીજો મિત્ર ઈર્જા પામ્યો હતો. વધુમાં માહિતીમાં જાણવામાં આવ્યું કે કડી તાલુકામાં છેલ્લા 24 કલાક ની મેઘરાજાએ મન મૂકીને મેહુલિયાને વરસાવ્યો છે
જેના કારણે કડી માં અડધા ઇંચ થી વધારે નો વરસાદ જોવા મળી આવ્યો છે. ગુરુવારના રોજ વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો હતો ત્યારે સાંજના સમય દરમિયાન કડી ના ઠોરીયા ગામના નિવાસી પટેલ મુકેશભાઈ ભગવાનભાઈ પોતાની એક્ટિવા લઈને સાદરા ગામે આવ્યા હતા જ્યા તેમના મિત્ર પટેલ રાકેશભાઈ રમેશભાઈ ની સાથે તેઓ કદી બાજુ કોઈ કામથી આવી રહયા હતા
ત્યારે વરસાદ એ જોર પકડતા અને ગાજવીજ થતા બંને મિત્રો એક ઝાડ ની નીચે ઉભા હતા ત્યારે બંને મિત્રો પર અચાનક જ વીજળી પડી જ્યાં રાકેશભાઈને વીજળી પડતા ઈર્જા થઇ હતી જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો ત્યાં જ વીજળી પડતા સ્થળ પર જ મુકેશભાઈ નું દુઃખદ અવસાન નીપજ્યું હતું.