India

ખુબ ચોંકાવનારી ઘટના આવી સામે ! સ્કૂલમાં એક સાથે 10 બાળકે સ્કૂલ છોડી તો શિક્ષકે કરી આત્મહત્યા…સુસાઇડ નોટમાં જણાવ્યું આ કારણ

Spread the love

મહારાસ્ટ્ર ના પુણે થી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. અહી એક શિક્ષકે એ માટે પોતાની જાન આપી દીધી કેમકે  તેમની સ્કૂલમાં વિધ્યાર્થીઓએ જવાનું છોડી દીધું હતું. તેઓ બાળકોને ભણાવવા માંગતા હતા પરંતુ તેમનું આ સપનું અધૂરું રહી ગયું. આ ઘટના જિલ્લા ના દૌડ ના જાવલીબુવા વાડી ક્ષેત્ર ની છે . શિક્ષક એ મરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેમણે એક વાત નો ઉલ્લેખ પણ કર્યો હતો. શિક્ષક ના આત્મહત્યા કરતાની  ખબર આવતા જ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.

જાણકારી મળ્યા અનુસાર અરવિંદ દેવકર ની હજુ 2 મહિના પહેલા જ જાવલીબુવા વાડીના પ્રાઇમરી સ્કૂલમાં બદલી થઈ હતી. આ વિધ્યાલય માં સાફ સફાઈ નહોતી. તેઓ ઇચ્છતા હતા કે બાળકો સ્વચ્છ જગ્યાએ શિક્ષણ મેળવે. આથી તેમણે બાળકોની સહાયતાથી અને જાતે જ સ્કૂલની સાફ સફાઈ કરવાનું શરૂ કરી દીધું. આ વિધ્યાલય માં કુલ 10 જ વિધ્યાર્થીઓ હતા. તે સમયે તો વિધ્યાર્થીઓએ વિધ્યાલય માં સફારી કરી આપી. પરંતુ આ વાત તેમણે પોતાના પરિવારના લોકોને જણાવી દીધી.

જેનાથી બાળકોના પરિવારજનો  બહુ જ નારાજ થયા, એક તો સ્કૂલમાં માત્ર 1 જ શિક્ષક હતા. આ વાતથી તેઓ પહેલા થી જ નારાજ હતા. ઉપરથી જ્યારે તેમણે જાણ થઈ કે તેમના બાળકો પાસે વિધ્યાલય માં સફાઈ કરવામાં આવી રહી છે તો 9 બાળકોના માતા પિતા એ સ્કૂલ છોડાવી દીધી, આના પછી બાળકોના બીજી જગ્યાએ ભરતી કરવી દીધી. આમ વિધ્યાલય મા માત્ર એક જ વિધ્યાર્થી જોવા મળ્યો. અને તેને પણ સ્કૂલ આવાનું બંધ કરી દીધું. જ્યારે આ વાત શિક્ષક અરવિંદ ને જાણવામાં આવી તો તેઓ બહુ જ દુખી થઈ ગ્યાં.

અને આ વાતનો પછતાવો થયો અને આ નિરાશામાં જ તેમણે સ્કૂલમાં જ જાહેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરો. જાહેર ખાધા બાદ તરત જ તેમણે તકલીફ થવા લાગી, આ વાતની જાન થતાં જ લોકોએ મળીને તેમણે નજીક ના એક હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાવવામાં આવ્યા, પરંતુ જેર ની અસર વધતી ગઈ અને તેમણે પુણે ના હડપસર માં આવેલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ મંગળવાર ના રોજ સારવાર દરમિયાન જ તેમનું મોત થઈ ગયું. શિક્ષક એ આત્મહત્યા કરતાં પહેલા એક નોટ પણ લખી.

જેમાં તેમણે કહ્યું કે તેઓ વિધ્યાર્થીઓ ની સાથે સાથે માતા પિતા નું દિલ જીતી શક્ય નહીં તથા આ કારણે 10 માથી  9 બાળકો બીજા સ્કૂલમાં ચાલ્યા ગ્યા. હું સ્વયં ને દોષી  માનું છું તથા ધીરજ ખોવાના કારણે હું આ પવિત્ર મંદિરમાં પોતાના શરીર નો ત્યાગ કરું છું. જાણવામાં આવ્યું કે અરવિંદ દેવકર ગયા 19 વર્ષ થી ઉપ શિક્ષક તરીકે કામ કરી રહ્યા હતા. તેમણે એક આદર્શ શિક્ષક પુરસ્કાર થી નવાજવામાં આવ્યા હતા. આ ઘટના બાદ શિક્ષા ક્ષેત્ર માં કામ કરનારા લોકોમાં હડકંપ મચી ગઈ છે. હવે આ ઘટના ની શિક્ષા ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *