Gujarat

‘સલામત સવારી ST અમારી’ સૂત્ર થયું નાકામ ચાલુ ST બસ માં એક મહિલા એવા ઉછળ્યા કે હોસ્પિટલ માં થયા એડમિટ…જાણો શું થયું.

Spread the love

અમદાવાદ માં એસ.ટી. બસ માં એવી એક દુર્ઘટના સર્જાય છે કે સાંભળીને અંચબિત રહી જવાય. એસ.ટી. બસ માં મુસાફરી કરતા એક બહેન ચાલુ બસે સીટ ઉપરથી ઉપર પટકાયા હતા. જાણવા મળ્યું કે, શીતલબહેન અને તેમના ભાઈ મહિપાલભાઈ જે છેલ્લા દસ વર્ષ થી અમદાવાદ થી ગાંધીનગર સચિવાલય માં નોકરી માટે એસ.ટી. બસ માં અપડાઉન કરે છે. 19 મેં ના રોજ સાંજના સમયે પાલડીથી એન.આય.ડી. તરફ જવાના રસ્તા પર અચાનક જ બમ્પ આવ્યો. બમ્પ ને લીધે એસ.ટી. બસ ઉછળી હતી.

બસ ઉછળતા ની સાથે જ શીતલબહેન શીટ પરથી ઉછળીને નીચે પટકાયા હતા. શીતલબહેને કહ્યું કે, બસ માં બમ્પ આવતા તે શીટ માંથી ઉછળીને સામાન મુકવાની જાળી સાથે અથડાયા અને જોરથી નીચે પટકાય હતી. અને તરત જ બેભાન થઇ ગઈ. જેવી તે નીચે પટકાય તે તરત જ તેના પગ ના તળિયા સુન્ન પડી ગયા. તેના શરીર નુ હલંચલન પણ બંધ થઇ ગયું.

તેના ભાઈ તેમની સાથે હતા તેને બહેન ને નીચે ઉતારી પિતા ને ફોન કર્યો અને બહેન ને પહેલા SVP હોસ્પિટલે અને ત્યારબાદે HCG હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બહેન ને મણકા નું ઓપરેશન કરવામાં આવ્યું અને કમર ના ભાગે ત્રણ સ્ક્રુ ફિટ કરવામાં આવ્યા હતા. તેમના ભાઈ મહિપાલભાઈ એ જણાવ્યું કે તેઓ છેલ્લા દસ વર્ષ થી અપડાઉન કરે છે.

પણ આવી ઘટના પ્રથમવાર બની. તેને કહ્યું કે જ્યાં બમ્પ બનેલો છે ત્યાં સવારે બમ્પ ન હતો અને બમ્પ કઈ રીતે આવી ગયો? અને તે કહે છે કે બમ્પ બનાવેલો છે ત્યાં બમ્પ બતાય તે માટે ક્લર પણ લગાવવામાં આવ્યો નથી. આ ઘટના બાદ બસ ડ્રાયવર સાથે કોઈ વાત થવા પામી ન હતી. બસ ડ્રાયવર નું નામ જનકભાઈ સુથાર જાણવા મળ્યું છે.

આ ઘટના બન્યા બાદ બસ ડ્રાયવર બે દિવસ ની રજા પર ઉતરી ગયો હતો. વધુમાં જાણવા મળ્યું કે બસ ડ્રાયવર ને આ બમ્પ જોવા મળ્યો ન હતો. આ અંગે ડેપો મેનેજર તરફ થી જાણવા મળ્યું કે તે આ અંગે તપાસ કરી રહ્યા છે. પરિવાર માં આવી દુર્ઘટના સર્જાતા પરિવાર ને પણ શોક લાગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *