India

જન્મદિવસમાં પોતાના પતિ સાથે ફરવા ગયેલી મહિલા અચાનક કૃઝ પરથી લાપતા થઇ!! દીકરાએ કહ્યું “માતાનું મૃત્યુ… જાણો શું બની પુરી ઘટના

Spread the love

ઈન્દોર ના હોટેલ વેપારી જાકેશ સાહની ની પત્ની રિતા સિંગાપુર માં કૃજ થી પડી ગઈ અને સમુદ્ર માં ડૂબવાથી તેમનું અવસાન થઈ ગયું છે. તેમના દીકરા અપૂર્વ સાહની એ આ વાતની પુષ્ટિ કરી છે. તેઓ પોતાના પતિની સાથે પોતાનો જન્મદિવસ મનાવા માટે મલેશિયા અને સિંગાપુર ફરવા ગઈ હતી આ દરમિયાન જ આ ઘટના બની ગઈ હતી. જાણકારી મળ્યા અનુસાર ઇંદૌર ના કનક એવન્યુ ના નિવાસી રિતા સાહની ( 64 ) અને તેમના પતિ જાકેશ સાહની ( 70 ) ગત 24 જુલાઇ ના રોજ સિંગાપુર – મલેશિયા ટુર પર ગયા હતા.

તે 31 જુલાઇ ના રોજ સિંગાપુર માં ‘ સ્પેક્ટ્રમ ઓફ ધ સિજ ‘ કૃજ દ્વારા પેનાંગ થી સિંગાપુર પરત આવી રહ્યા હતા. તેમણે રાત્રે રિતા નો જન્મદિવસ મનાવ્યો અને ત્યાર પછી જાકેશ સુવા ચાલ્યા ગ્યાં. જ્યારે જાકેશ સૂઈ ને જાગ્યા તો રિતા નજર આવી નહીં. પહેલા તો તેમણે જાતે જ રિતા ની તપાસ કરવાનું શરૂ કર્યું. પરંતુ તે ત્યાં નજર આવી નહીં. કૃજ સ્ટાફે પણ તપાસ કરી પરંતુ કઈ જાણ થઈ નહીં આ દરમિયાન જાણવામાં આવ્યું કે કૃજ થી સમુદ્ર માં કઈક પડ્યું છે પરંતુ શું રિતા જ સમુદ્ર માં પડી એ કન્ફર્મ થયું નથી.

જાકેશ એ કૃજ પ્રબંધન ને સીસીટીવી ફૂટે  મંગાવ્યા પરંતુ તેઓ આનાકાની કરતાં રહ્યા. ઓસ્ટ્રેલિયામાં રહેતા જાકેશ ના દીકરા અપૂર્વ એ મંગળવારના રોજ ટ્વિટ કરીને પીએમઑ ની મદદ માંગી. અપૂર્વ એ લખ્યું કે માતા પિતા વેકેશન કરવા માટે કૃજ પર ગ્યાં હતા. કૃજ સ્ટાફ સમુદ્ર માં કઈક પાડવાનો દાવો કરો રહ્યા છે, પરંતુ સીસીટીવી ફૂટેજ બતાવમાં આવી રહ્યા નથી. ઇંદૌર ના સાંસદ શંકર લાળવાની એ પણ વિદેશ મંત્રી એસ. જયશંકર ને આ વિચે વાત કરી હતી. આના પછી મંગળવાર ની સાંજે 7 : 19 વાગે અપૂર્વ  એ ટ્વિટ કરીને માતા ના અવસાન થયાની પુષ્ટિ કરી.

આની પહેલા અપૂર્વ એ ટ્વિટર ના માધ્યમ થી કહ્યું હતું કે તેમની માતાને તારા આવડતું નથી. આ ઘટના થયા  બાદ જાકેશ સાહની ને સિંગાપુર માં જ ઉતારી લેવામાં આવ્યા અને તેમણે સ્થાનિક પોલીસ એ લાંબી પૂછતાછ કરી. અમે પોલીસ ને કૃજ ના સીસીટીવી ફૂટેજ જોવા માટે કહ્યું છે. અપૂર્વ એ જણાવ્યુ કે કૃજ ના સ્ટાફ પાસેથી એ વાત જરૂર જાણવા મળી છે કે સમુદ્ર માં કઈક તો પડ્યું જ છે. મારી માતા અને પિતા બંને વેકેસન કરવા માટે કૃજ ટુર માં ગયા  હતા સોમવાર ના રોજ 4 દિવસ પછી આ ટુર નો છેલ્લો દિવસ હતો.

મેરીટાઇમ એન્ડ પોર્ટ ઓથોરિટી ઓફ સિંગાપોર (MPA) એ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મેરીટાઇમ રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર (MRCC) સિંગાપોરને સવારે લગભગ 7.50 વાગ્યે આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુસાફર ‘સ્પેક્ટ્રમ ઓફ ધ સીઝ’ ક્રુઝ લાઇન પર સવાર હતો, જે ઓવરબોર્ડમાં ગયો હતો. જો કે આ સિવાય અન્ય કોઈ માહિતી આપવામાં આવી નથી.જકેશ સાહની ઈન્દોરની રાજશાહી હોટલ સાથે સંકળાયેલા છે. પરિવારે ભૂતકાળમાં આ હોટલ વેચી દીધી હતી.

સાહની દંપતી પણ મોટા પુત્ર અપૂર્વના ઓસ્ટ્રેલિયા અને નાના પુત્રના મુંબઈ શિફ્ટ થવાને કારણે ઈન્દોરથી મુંબઈ આવી ગયા હતા. તેઓ નાના પુત્રના ઘરે મળવા સિંગાપુર ગયા હતા. પરિવારના નજીકના લોકોના જણાવ્યા અનુસાર જાકેશ સાહની તેના બે ભાઈઓ પવન અને હરીશ સાથે ઈન્દોરના ધેનુ માર્કેટમાં રહેતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *