ગુજરાત ના કોલેજ કરેલ યુવાને શરુ કરી ચા ની દુકાન અને આજે ખરીદી લક્સરીયસ મર્સડિઝ કાર, જુઓ ખાસ તસવીરો.
આપણા ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરીને યુવાનો હવે ભણતર ઉપર ખાસ ધ્યાન આપે છે. પરંતુ ભારતની વસ્તી એટલી છે કે ઘણા બધા યુવાનો મોટો મોટો અભ્યાસ કર્યા હોવા છતાં પણ મોટી મોટી ડિગ્રી હોવા છતાં પણ તેને સારી એવી નોકરી મળી શકતી નથી. ભણેલા ગણેલા અને કોલેજ કરેલા યુવાનો પણ આજે ચા ની કીટલી ઉપર કામ કરતાં જોવા મળે છે.
એવો જ એક યુવા સાહસી અને મોટીવેશનલ સ્પીકર કે જે હાલમાં ચા ની દુકાન ચલાવે છે. તે પોતાના વિડીયો અને મોટીવેશનલ સ્પીકરને કારણે ખાસ એવો ચર્ચામાં રહે છે. આ ચા વાળા યુવાને હાલમાં mercedes ગાડી છોડાવી છે. વધુ વિગતે વાત કરવામાં આવે તો પ્રફુલ બિલ્લોર નામના યુવાને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ બહાર એક ચા ની દુકાન શરૂ કરી અને આજે તે લાખો રૂપિયા કમાય છે.
હાલમાં પ્રફુલે એક લક્ઝરી કાર એસ યુ વી ખરીદી છે. જેનો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરેલી છે. કોલેજથી નીકળીને એમબીએ ચા વાળા તરીકે કરિયરની શરૂઆત કરી હતી અને તાજેતરમાં ખૂબ જ ખાસ એવો ચર્ચાનો વિષય રહ્યો છે. તેને mercedes બ્રાન્ડની બેસ્ટ સેલિંગ લક્ઝરી એસયુવી ખરીદી છે. જેની ઇન્ડિયન માર્કેટમાં કિંમત 88 લાખ રૂપિયાથી લઈને 1.5 કરોડ સુધીની જોવા મળે છે. જે તેના અલગ અલગ મોડલ ઉપર નિર્ભર છે.
જેમાં ત્રણ જોવા મળે છે. 300d, 400d અને 450 ડી પેટ્રોલમાં મળે છે. આ કાર 3.0 l ની ક્ષમતાનું સિક્સ પેટ્રોલ એન્જિન ધરાવે છે અને 435 bhp નો પાવર જનરેટ કરે છે. તો ડીઝલ વેલેન્ટ 2.0 લીટર એન્જિન ધરાવે છે. ઓટોમેટીક ટ્રાન્સમિશન ગીયર બોક્સ સાથે જોડવામાં આવે છે. આ ઉપરાંત તેમાં સેફટી માટે નવ એરબેટ એપલ કાર પ્લેન વગેરે જેવી કનેક્ટિવિટી તથા 360 ડિગ્રી કેમેરા વગેરે જોવા મળે છે. આમ આ યુવાને જે કાર ખરીદી છે તેને લઈને ખાસ એવો ચર્ચા નો વિષય રહ્યો છે લોકો આ પોસ્ટમાં જઈને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!