પટના ના યુવાને નેધરલેન્ડ ની ભૂરી પર મારી લીધી બાજિ બંને એ પટના માં લીધા લગ્ન ના સાતફેરા, જુઓ તસવીરો.
ભારતમાં લગ્નની સિઝન ચાલુ હોય લોકો લગ્ન કરવામાં ખૂબ વ્યસ્ત પડેલા છે. ભારતના યુવાનો અથવા તો યુવતીઓને વિદેશી યુવક અથવા યુવતીઓ સાથે પ્રથમ દોસ્તીનો સંબંધ થાય છે. ત્યારબાદ એકબીજાના પ્રેમમાં પડી જતા હોય છે અને ક્યારેય એકબીજા સાથે લગ્ન કરી લેતા હોય છે તેનો ખ્યાલ પણ રહેતો નથી. એવી એક ઘટના ફરી સામે આવી છે.
વર્ષ 2015માં બિહારમાં રહેતો આદિ નામનો યુવક ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. ઓસ્ટ્રેલિયામાં નેધરલેન્ડ ની માયરા નામની યુવતી રહેતી હતી. આદિ અને માયરા બંને એક જ બિલ્ડીંગમાં રહેતા હતા. બંને વચ્ચે પ્રથમ દોસ્તીનો સંબંધ બંધાયો તો બંને ઓસ્ટ્રેલિયામાં સાથે ફરવા પણ જતા હતા અને એકબીજા ની ખૂબ નજીક આવી ગયા હતા.
બાદમાં નેધરલેન્ડ ની માયરા તેના દેશ રહેવા ચાલી ગઈ તો આદિ તેની પાછળ નેધરલેન્ડ ગયો ત્યારબાદ આદિ ભારતમાં પોતાના શહેર બિહારમાં આવ્યો અને ત્યારબાદ તેના માતા પિતાને તેના સંબંધોની વાત કરી. માતા-પિતા લગ્ન કરવા માટે સહમત થયા તો બીજી તરફની માયરા ના માતા પિતા પણ આ લગ્ન કરવા માટે સહમત થઈ ચૂક્યા હતા.
માટે નેધરલેન્ડનો પરિવાર માયરા સાથે પટનામાં લગ્ન કરવા માટે આવ્યો હતો અને હિન્દુ રીતી રિવાજ પ્રમાણે માયરા અને આદિ લગ્નગ્રંથિથી જોડાયા. આમ અનોખો કિસ્સો સામે આવતા લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આવા ઘણા બધા કિસ્સાઓ થોડા દિવસોથી રોજબરોજ સામે આવતા રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!