મુકેશ અંબાણીને મળવા માટે આ યુવકે જે કર્યું જાણી ચોકી જાસો! મળવાનું કારણ પણ છે અનોખું
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશ માં અનેક ઉદ્યોગપતિઓ છે કે જેમણે પોતાની આવડત અને મહેનત ના કારણે આખા વિશ્વ માં અને ભારત માં ઘણું મોટું નામ બનાવ્યું છે. આવા ઉધોગ પતિઓ પોતાની સાથે પોતાના દેશ અને દેશ વાસીઓ તથા પોતાના પ્રદેશના વિકાસ માટે પણ કાર્ય કરતા હોઈ છે. આવાજ એક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી છે.
આપણે સૌ મુકેશ અંબાણી ના નામથી પરિચીત છિએ. તેઓ ફક્ત ભારત જ નહીં પરંતુ આખા એશિયા ના સૌથી ધનવાન વ્યક્તિ છે. તેમણે આખા ભારતને વિશ્વ માં એક અલગ ઓળખ અપાવી છે અને દેશ ના વિકાસ તથા ખાસ તો દેશના યુવાનો માટે ઘણું કામ કર્યું છે. જીવનમાં દરેક વ્યક્તિ ની ઇચ્છા મુકેશ અંબાણી ને મળવાની હોઈ છે પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે મુકેશ અંબાણી ને મળવું એટલું સહેલું નથી.
જો કે રાજસ્થાન ના આ યુવકે મુકેશ અંબાણી ને મળવા માટે અનોખું કામ કર્યું છે અને ખાસ ઇરાદે તેઓ મુકેશ અંબાણીને મળવા માંગે છે. જો વાત આ યુવક અંગે કરીએ તો તેનું નામ મનોજ વ્યાસ છે. જણાવી દઈએ કે મનોજ રાજસ્થાન ના ભિલવાડા ગંગાપુર નો રહેવાસી છે. મનોજ મુકેશ અંબાણી ને એક ખાસ ઇરાદે મળવા માંગે છે.
મુકેશ અંબાણી ને મળવા માટે મનોજ પોતાના ગામ થી પગપાળા નીકળ્યો છે. અને રાજસ્થાન થી મુંબઈ જવાનો છે આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં રોજગારી નો પ્રસન્ન સૌથી વિકટ છે તેવામાં રાજસ્થાન ના યુવાનો ને રોજગારી માટે પોતાનું ઘર અને રાજ્ય છોડવુ પડે છે આમ ના થાય અને મુકેશ અંબાણી વધુ રોકાણ કરી રાજસ્થાન માં જ રોજગારી વધારે તે માટે મનોજ તેમને મળવા માંગે છે જણાવી દઈએ કે હાલમાં તે વડોદરા ના કરજણ પાસે પહોચ્યો છે કે જ્યાં રહેતા રાજસ્થાની લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું છે.