આ દિકરીના સફર વિશે જાણી મહેનતનૂ મહત્વ જાણી જશો કંપનીએ ના આપી નોકરી આટલી મુશ્કેલી હોવા છતા પણ આજે
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ વિશ્વ માં કોઈ પણ વસ્તુ અશક્ય નથી. વ્યક્તિ ને કુદરતે ઘણી તાકત આપી છે જેના દ્વારા વ્યક્તિ પોતાના જીવનમાં અશક્ય વસ્તુઓ પણ આરામથી કરી શકે છે. આ માટે વ્યક્તિએ ફક્ત મહેનત કરવાની રહે છે કહેવાય છે કે કરેલી મહેનત ક્યારે પણ વ્યર્થ જતી નથી. દરેક સફળતા નો રસ્તો મહેનત ના માર્ગે જ આગળ વધે છે.
આપણે અહીં આવીજ એક હોનહાર દિકરી વિશે વાત કરવાની છે કે જેમના જીવન અને સંઘર્ષ વિશે જાણીને તમે પણ કહેશો કે મહેનત સામે આખી દુનિયા નમે છે આપણે અહીં કે દિકરી વિશે વાત કરવાની છે તેમનું નામ ઋતુ રાબા છે કે જેમને પ્રાઇવેટ કંપનીએ નોકરી આપવાની ના કહી પરંતુ હિંમત હાર્યા વગર મુશ્કેલીઓ નો સામનો કરીને પણ આજે તેઓ જે સ્થળે છે તેણે લોકો માટે મિશાલ બનાવી છે.
જો વાત ઋતુ બહેન અંગે કરીએ તો જણાવી દઈએ કે મૂળ સુરેન્દ્રનગર ના બોરાણા ગામના છે જો વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો જણાવી દઈએ કે ઋતુ બહેને 12 સાઇન્સ સુધી નો અભ્યાસ રાજકોટ થી કર્યો આ સમયે કોલેજ દ્વારા આવેલ કંપનીઓ દ્વારા નોકરી માટે ઋતુ બહેન ને પસંદ કર્યા નહીં. જોકે ઋતુ બહેન આ વાત થી હતાશ થવાના બદલે પોતાની મહેનત વધારી.
સતત ત્રણ વર્ષ સુધી મહેનત કરી સ્પીપા પરિક્ષા આપી અને પાસ પણ કરી જે બાદ તેઓ પ્રથમ વખત ચિફ ઓફિસર તરીકે પસંદગી પામ્યા. જો કે આ અંત નહીં પરંતુ શરૂઆત હતી અને તેમણે પોતાના લક્ષ ઉચુ રાખી મહેનત કરવા લાગ્યા નોકરી સાથે તેમણે અભ્યાસ પણ શરૂ રાખ્યો.
જે બાદ DYSO અને લેબર ઓફિસર તરીકે પણ નોકરી કરી જે બાદ અંતે તેમની મહેનત રંગ લાવી અને તેઓ વર્ષ 2018 માં DYSP બન્યા જણાવી દઈએ કે ઋતુ બહેન જ્યારે ટ્રેનિંગ માં આવ્યા ત્યારે તેઓ ગર્ભવતી હતા તેમ છતા બુલંદ ઈરાદા એવા કે આ સમયે પણ તેમને 22 કિમિનિ દોડ પૂરી કરી. સલામ છે આવા લોકોના જઝ્બાને કે જેઓ અનેક મુશ્કેલી ને આંખ બતાવી આગળ વધે છે.