એક સમયે ચંદ પૈસા માટે રસ્તા પર ગીત ગારો અબ્દુ રોઝીક કેવી રીતે બન્યો આટલો મોટો સુપરસ્ટાર ! તેનો આ જૂનો વિડીયો થઇ રહ્યો છે વાયરલ…સંઘર્ષ કહાની જાણી તમે ભાવુક
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ‘બીગ બોસ 16’ માં જો કોઈ ચર્ચમાં હોય તો તે અબ્દુ રોઝીક છે. જ્યારે અબ્દુ રોઝીકની બીગ બોસ શોમાં એન્ટ્રી થઇ ત્યારે લોકોને લાગ્યું હતું કે આ શોમાં નાના બાળકને નાખી દીધો. પરંતુ નાં એવું નથી અબ્દુ રોઝીક ઉમર બાબતે ઘણો મોટો છે પરંતુ તેની હાઈટ વધી નથી. જણાવી દઈએ કે એક સમયે અબ્દુ રોઝીકને જીવનમાં ઘણા બધા સંઘર્ષો કરવા પડ્યા હતા કારણ કે તે ખુબ જ ગરીબ પરિવારથી તાલ્લુક ધરાવતો હતો.
એવામાં હાલ સોશિયલ મીડિયા પર અબ્દુનો એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે અબ્દુ એક ફળ વેચનારની લારી સામે ગીત ગાય રહ્યો છે. અબ્દુ પોતાની લકઝરી લાઈફ માટે ખુબ જાણીતો છે, તેને સલમાન ખાનથી લઈને વિશ્વનો સૌથી વધારે ફોલોવાર્સ ધરાવનાર રોનાલ્ડો સાથે પણ મુલાકાત કરી લીધેલ છે. હાલ તો બીગ બોસ શોમાં અબ્દુ પોતાની ક્યુટનેસને લઈને લોકોનો પ્રિય બની ચુક્યો છે.
અબ્દુ વિશે વાત કરવામાં આવે તો અબ્દુએ પોતાના બાળપણના દિવસો ઘણા ગરીબાઈમાં કાઢ્યા છે, ગરીબીને કારણે ન તો તેની પાસે સારું ઘર હતું આથી તે રસ્તા પર ઉભો રહીને ગીતો ગાતો હતો અને લોકોનું મનોરંજન કરીને પૈસા કમાતો હતો. અબ્દુના સંઘર્ષના આવા દિવસોનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે અબ્દુ રસ્તા પર ફળની લારી સામે ગીતો ગાય રહ્યો છે.
અબ્દુનું કદ ભલે નાનું હોય પણ તેની મેહનત અને જુનુંને તેને વર્તમાન સમયમાં ખુબ આગળ વધારી દીધો છે, તે ફક્ત ભારત જ નહી પણ આખા વિશ્વમાં ખુબ વધારે પ્રખ્યાત છે. અબ્દુ વિશે વાત કરીએ તો અબ્દુએ મૂળ તાજીકિસ્તાન દેશનો છે, અબ્દુએ પોતાના એક સપના વિશે પણ કહ્યું હતું, અબ્દુએ જણાવ્યું હતું કે તેનું સપનું છે કે તે તેના પિતા માટે એક સારું અને મોટું ઘર ખરીદીને તેઓને ગીફ્ટમાં આપવા માંગે છે.