ગંભીર અકસ્માત! પરીવાર ની નવી ગાડીની ખુશીને નજર લાગી! કુતરાના કારણે ગાડીના બે કટકા થયા જયારે ત્રણ લોકોના
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને રાજ્યમાં અકસ્માત ને લાગતા બનાવો માં ધરખમ વધારો થઇ રહ્યો છે. તેવામાં આવા અકસ્માત ને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. તો ઘણા લોકોને અકસ્માત ને કારણે ગંભીર ઈજા પહોચતી હોઈ છે. આવા અનેક અકસ્માત ને લાગતા બનાવો આપણે અવાર નવાર સંભાળતા હોઈ છે, હાલમાં આવોજ એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં એક કુતરાને કારણે પરિવાર પર દુખના વાદળો છવાઈ ગયા છે.
આ ગંભીર અકસ્માત અંગેની વિગત આ મુજબ છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત મધ્ય પ્રદેશ ના શહડોલ અમરકંટક પાસે સર્જાયો હતો અહી એક પરિવાર પોતાની નવી ગાડી લઈને અમરકંટક જઈ રહ્યો હતો આ સમયે ગાડી ઘણી વધુ ઝડપે જઈ રહી હતી તેવામાં જેવી આ ગાડી રાજેન્દ્રગ્રામ પાસે આવેલા શિવરીચંદાસના કરૌડી તીરાહા પાસે પહોચી ત્યારે ગાડીના ચાલકનો ગાડી પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
જો વાત આ અકસ્માત સર્જાવવા માટેના મુખ્ય કારણ અંગે કરીએ તો અકસ્માત નું મુખ્ય કારણ ગાડીની વધુ ગતિ અને એક કુતરું છે. જણાવી દઈએ કે આ ગાડીને રસ્તામાં એક કુતરું નડ્યું હતું તેવામાં ગાડી વધુ ગતિમાં હોવાના કારણે ગાડી ચાલક ને ગાડી પર કાબુ રહ્યો નહિ અને ગાડી અનિયંત્રિત થઇ ગઈ. જે બાદ આ ગાડી રસ્તા ની ઉતારીને પાસે આવેલા ઝાડ સાથે ટકરાઈ ગઈ જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
જો વાત આ અકસ્માત અંગે કરીએ તો અકસ્માત એટલો વિકરાળ હતો કે ઝાડ સાથે અથડાવવાની સાથે જ ગાડીના બે ભાગ થઇ ગયા હતા. જે ના કારણે ગાડીમાં સવાર પરિવાર ના ત્રણ લોકો ના ઘટના સ્થળે જ અવસાન પામ્યા. અકસ્માત ની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી અને રાહત કામગીરી શરુ કરી, જયારે પરિવાર ના બે લોકો ને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પીટલ લઇ જવામાં આવ્યા છે.