આમીર ખાનનો શરૂઆત ના સમયનો આ વીડિઓ જોઇને તમે પણ કહેશો કે મહેનત હોઈ તો આવી મુંબઈ માં જાતેજ….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ઈન્ટરનેટ અને સોસ્યલ મીડયા નો જમાનો છે, આવા સોસ્યલ મીડયા પર સામાન્ય વ્યક્તિથી લઈને અનેક ફિલ્મી કલાકરો પણ જોવા મળે છે કે જેઓ સોસ્યલ મીડયા પર ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. આપણે સૌ હાલના ટેલીવિઝન અને સોસ્યલ મીડ્યાના ક્રેઝ ને જાણીએ છીએ કે હાલમાં આવા માધ્યમ ને કારણે વર્તમાનમાં ફિલ્મો રીલીઝ કરવી અને તેનું પ્રમોશન કરવું ઘણું સરળ બન્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે આખા વિશ્વમાં હિન્દી ફિલ્મ જગત પોતાની આગવી ઓળખ ધરાવે છે.
લોકોને હિન્દી ફિલ્મ અને તેના કલાકારો ઘણા પસંદ આવે છે. જોકે બોલીવુડ માં ટકી રહેવું અને લોકોમાં પોતાની ઓળખ બનાવવી બાબત કોઈ સહેલી બાબત નથી. આ માટે કલાકારે ઘણી મહેનત કરવી પડે છે. આપણે અહી થોડા સમય પહેલા ની વાત કરવાની છે કે જયારે સોસ્યલ મીડયા કે ટેલીવિઝન નો વધુ ક્રેઝ ન હતો. આપણે અહી એક એવા અભિનેતા વિશે વાત કરવાની છે કે જેમણે ઘણી મહેનત કરીને બોલીવુડમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.
આપણે અહી બોલીવુડ ના સુપર સ્ટાર આમીર ખાન વિશે વાત કરવાની છે. હાલમાં દરેક લોકો આમીર ખાનના નામથી વાકેફ છે. આપણે સૌએ તેમની ફિલ્મ જોઈ છે આપણે અહી તેમના અંગત જીવન અને તમની મહેનત વિશે વાત કરવાની છે. સૌ પ્રથમ જો વાત આમીર ખાનના અંગત જીવન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ ૧૪ માર્ચ ૧૯૬૫ ના રોજ મુંબઈ માં થયો હતો.
જો વાત તેમના માતા પિતા અંગે કરીએ તો તેમના પિતાનું નામ તાહિર હુસેન જયારે માતા નું નામ જીનત હુસેન છે. જો કે જણાવી દઈએ કે આમીર ખાનનું સાચું નામ મહુમ્મ્દ આમીર હુસેન ખાન છે. પરંતુ સમય ની સાથે તેમણે પોત્તાના નામ માંથી મહુમ્મ્દ અને હુસેન કાઢવી માત્ર આમીર ખાન આટલું જ નામ રાખ્યું. હવે જો વાત તેમના એક્ટિંગ કરિયર અંગે કરીએ તો જણાવી દઈએ કે આમીર ખાન છેલ્લા લગભગ ૩૪ વર્ષથી ફિલ્મ જગત સાથે જોડાયેલા છે. અને તેમણે અનેક હિત ફિલ્મો આપી છે. હાલમાં આમીર ની લોક પ્રિયતા આખા વિસ્વા માં જોવા મળે છે અને તેઓ મોટી લોક ચાહના ધરાવે છે.
જો કે બોલીવુડ માં પોતાનું નામ બનાવવા માટે આમીર ખાને ઘણી મહેનત કરી છે. અને તેમણે પોતાના જીવનમાં કારકિર્દી ની ઉચાઈઓ સુધી પહોચવા માટે ઘણી મહેનત કરી છે. તેમણે શરૂઆત માં પોતાની ફિલ્મ પ્રમોશન માટે જાતેજ ટીમ સાથે મુંબઈ ની ગલીઓમાં જતા હતા અને રિક્ષા ઉપરાંત અન્ય વાહનોમાં પોતાની ફિલ્મના પોસ્ટર લગાવતા હતા. જો વાત તેમની પહેલી ફિલ્મ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે અનેક ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે પણ કામ કર્યું છે.
તેમણે વર્ષ ૧૯૭૩ માં પહેલી ફિલ્મ “ યાદો કિ બારાત “ માં માત્ર ૮ વર્ષની ઉમરમાં તેમણે બાળ કલાકાર તરીકે કામ શરુ કર્યું જે બાદ તેમણે મદહોશ અને હોલી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું. જો કે આ પછી તેમણે મૂક્ય અભિનેતા તરીકે વર્ષ ૧૯૮૮ માં પહેલી ફિલ્મ “ કયામત સે કયામત તક “ માં કાર્ય કર્યું, જે પછી તેમની લોક ચાહનામાં ધરખમ વધારો થયો અને પછી તેમણે ક્યારે પણ પાછુ વળીને જોયું નથી.
તેમણે પોતાના શ્રેષ્ઠ અભિનય થી લોકોને ઘણું મનોરંજન આપ્યું છે. જોકે તેમના આ ટેલેન્ટ ની કદર પણ કરવામાં આવી છે. આમીર ખાનને તેમના મહત્વના યોગદાન ને લઈને વર્ષ ૨૦૦૩ માં દેશના સૌથી મોટો ચોથો સન્માન પદ્મ શ્રી જયારે વર્ષ ૨૦૧૦ માં ત્રીજો સૌથી મોટો સન્માન પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જયારે વાત તેમના આવનાર પ્રોજેક્ટ અંગે કરીએ તો તેઓ ૧૪ એપ્રિલ ના રોજ “ લાલ સિહ ચઢા “ માં જોવા મળશે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.