જીવલેણ યુક્રેન યુદ્ધ! યુક્રેનમાં વધુ એક ભારતીય વિધાર્થીનું મોત! પરિવારમાં શોકનો માહોલ યુવાન પુત્રનું મૃત્યુ નું કારણ સામે આવ્યું કે તેને…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં વિશ્વમાં ઘણો તણાવ નો માહોલ ચાલી રહ્યો છે. આખું વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધ ની દરવાજે ઉભું છે. તેમાં દિવસે ને દિવસે વિશ્વ પર પરમાણું યુદ્ધની આશંકા પણ છે. આપણે સૌ જાણીએ છીએ કે યુરોપ ખંડ માં ચાલી રહેલ યુદ્ધ ના કારણે આખા વિશ્વમાં તણાવ છે રશિયા અને યુક્રેનના યુધમાં અનેક દેશ નો ભોગ બની રહ્યો છે. તેવામાં જ્યાં એક તરફ વિશ્વ સ્તર પર જીવન જરૂરી ચીજ વસ્તુઓ ના ભાવ આસમાન અડી રહ્યા છે. તેવામાં સૌથી માઠી હાલત યુક્રેનના લોકો અને ખાસ કરીને યુક્રેનમાં ફસાયેલા ભારતીયો ની છે.
આપણે સૌ જાણીએ છીએ ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિક અને ભારતીય વિધાર્થીઓ ને બહાર લાવવા માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે તેવામાં અનેક હાલમાં અનેક ભારતીયો ની દેશમાં પરત અને સુરક્ષિત લઇ આવવામાં આવ્યા છે પરંતુ હવે આ યુધના માઠા પરિણામો દેશ પર પણ જોવા મળી રહ્યા છે કે જ્યાં દેશના વધુ એક વિધાર્થીની યુક્રેન યુધમાં મૃત્યુ ની માહિતી મળી રહી છે.
આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ ખાર્કીવ માં કર્ણાટક ના એક વિધાર્થીને ગોળી લાગતા તેનું મૃત્યુ થયું હતું. તેવામાં ફરી એક વખત ભારીતીય પરિવાર નો દીપક યુક્રેનમાં બુઝાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર પંજાબ ના બરનાલાનાં એક ભારતીય વિધાર્થી નું યુક્રેનમાં મોત થયું છે. આ મોતની માહિતીઓ મળતા ભારતમાં રહેતા તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
જો વાત આ વિધાર્થી અંગે કરીએ તો જણાવી દઈએ કે તેનું નામ ચંદન જિંદાલ છે. કે જેમની ઉમર ૨૨ વર્ષ હતી. જો વાત ચંદન અંગે કરીએ તો તેઓ વિનીત્સીયા નેશનલ પાયરોગોવ, મેમોરિયલ મેડીકલ યુનિવર્સીટી વિનીત્સીયા માં અભ્યાસ કરતો હતો. જો વાત તેના મૃત્યુ અંગે કરીએ તો જણાવી દઈએ કે ચંદન ને ઇસ્કેમિક સ્ટ્રોક નો અટેક આવ્યો હતો જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તેને બચાવી શકાયો ન હતો.