GujaratIndiaNationalReligious

સાવધાન! આવનાર હોળીમા નાં કરતા આ કામ નહીંતો થશે નુકશાન જાણો હોળી ના ખાસ મુહૂર્ત વિશે..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ આપણો દેશ અનેક સંસ્કૃતિ અને સભ્યતા ના લોકોનો વસવાટ ધરાવતો દેશ છે આપણો દેશ વિવિધ ધર્મ અને સંપ્રદાયનો દેશ છે અહીં અનેક વિચારધારાવાળા લોકો વસે છે આપણા દેશમાં અવાર નવાર અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે વારંવાર આવતા તહેવારોમાં લોકો ઘણો આનંદ માણે છે આપણે સૌ જાણે છે કે હાલમાં કોરોના મહામારી ને કારણે છેલ્લા બે વર્ષથી લોકોમાં તહેવારને લઈને ઘણા પ્રતિબંધો જોવા મળ્યા હતા પરંતુ હવે જ્યાં કોરોના ની સ્થિતિ હળવી પડી છે તેના કારણે દેશમાં ફરી એક વખત તહેવારને લઈને ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણે અહીં હોળી દહન ના મુહૂર્ત અને હોળીના દિવસ ને લઈને અમુક ખાસ બાબતને લઈને રાખવાની થતી સાવચેતી વિશે વાત કરવાની છે ચાલ આપણે આ અંગે વિસ્તારથી વાત કરીએ

આપણે સૌ જાણીએ છિએ કે હોળી રંગો નો તહેવાર છે આ દિવસે લોકો એક બીજા ને પ્રેમથી રંગ લગાવી ને હોળી ની શુભેચ્છા પાઠવે છે. આપણે સૌ જાણીએ છિએ કે હોળીનો દિવસ અસત્ય, વેર, અને ધ્રુણા વૃતિ પર પ્રેમ અને સચાઇ ની જીત નું પ્રતીક છે. જો વાત આ વખત ની હોળી અંગે કરિએ તો તેના ચોઘડિયા આ પ્રમાણે છે.

જણાવી દઈએ કે પંચાંગ માં જણાવ્યા અનુસાર, હોલિકા દહન દર વર્ષે ફાલ્ગુન માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. આ દિવસે હોલિકા દહન માટે પ્રદોષ કાલનો સમય પસંદ કરવામાં આવ્યો છે, જેમાં ભદ્રાનો પડછાયો ન હોઈ. જો વાત અંગ્રેજી કેલેન્ડર મુજબ કરીએ તો જણાવી દઈએ કે તે મુજબ હોલિકા દહન ગુરુવાર એટલે કે 17 માર્ચે ના રોજ કરવામાં આવશે. જો વાત હોલિકા દહનના મુહૂર્ત અંગે કરીએ તો આ માટે શુભ સમય રાત્રે 9:06 થી 10:16 સુધીનો રહેશે. આ સમય દરમિયાન ભદ્રાની પૂંછડી રહેશે.

આપણે સૌ જાણીએ છિએ કે હોળી ના બીજા દિવસ ને ધુળેટી તરીકે ઉજવ્વામા આવે છે કે જ્યાં લોકો એક બીજા પર રંગ લગાવી મજાક મસ્તી થી દિવસ ની ઉજવણી કરે છે. એટલે કે જો વાત તારીખ પ્રમાણે કરીએ તો 18 માર્ચ ના રોજ ધુળેટી હશે. આ માટે શુભ મુહૂર્ત બપોરે 12:05 થી 12:53 સુધી રહેશે. જણાવિ દઈએ કે આ હોળીનો અભિજીત મુહૂર્ત છે.

હવે જો વાત કરીએ કે હોળી ના દિવસે કઈ બાબત અંગે ખ્યાલ રાખવાનો છે તે અંગે તો જણાવી દઈએ કે હોલિકા દહનના દિવસે કાળા રંગના કપડાં પહેરવાના નથી કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિઓ વધુ પ્રભાવશાળી હોય છે. ઉપરાંત હોલિકા દહન દરમિયાન માથું ખુલ્લું ન રાખવું. જણાવી દઈએ કે આ દિવસે અમુક લોકો જાદુ-ટોણા પણ કરે છે. જેથી આ દિવસે તમારે કોઈના ઘરે ભોજન ન કરવું જોઈએ.

વધુમાં જણાવી દઈએ કે નવી પરિણીત મહિલાઓએ હોળી દહન ન જોવું જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે હોળીકા દહન જોવાથી નવી પરિણીત મહિલાઓના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. ઉપરાંત હોલિકા દહનના દિવસે વાસી ખોરાકનું સેવન ન કરવું અને દક્ષિણ દિશા તરફ મુખ કરીને ભોજન પણ ન કરવું જોઈએ.

આ ઉપરાંત જણાવી દઈએ કે હોલિકા દહનની રાત્રિને તંત્રની રાત્રિ માનવામાં આવે છે. આ કારણથી આ દિવસને કોઈ પણ સુમસામ વિસ્તારોમાં ન જશો. હોલિકા દહનના દિવસે કોઈપણ પ્રકારની નશો કરવાનો નથી. ઉપરાંત જણાવી દઈએ કે જો કોઈને પુત્ર પ્રાપ્ત થયો હોય તો તેણે જાતે હોલિકા દહન ન કરવું જોઈએ. તમે તેને કોઈ પંડિત અથવા અન્ય કોઈ દ્વારા કરાવી શકો છો.

હવે જો વાત હોળી ના પર્વ ની મહતા અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે હિન્દુઓના અન્ય તહેવારોની જેમ હોલિકા દહન પણ ખરાબ પર સારા ની વિજય નું પ્રતીક છે. હોળીના 8 દિવસ પહેલા પ્રહલાદને બંદી બનાવીને અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. તેથી જ હોળીના 8 દિવસ પહેલા હોલાષ્ટક કહેવાય છે. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *