India

હિન્દૂ શાસ્ત્રો મુજબ ‘સોનમ કપૂરે’ પોતાના પુત્ર નું એવું સુંદર નામ પાડ્યું કે જાણી ને થશે ગર્વ. જાણો શું છે નામ?

Spread the love

બોલીવુડની અભિનેત્રી સોનમ કપૂરને આજે સૌ કોઈ લોકો જાણે છે. થોડા મહિનાઓ અગાઉ સોનમ કપૂર પોતાની પ્રેગ્નન્સી સાથેની તસવીરો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર શેર કરતી હતી. જેમાં લંડન જઈને પણ સોનમ કપૂર એ પોતાની પ્રેગ્નન્સી સાથેના ફોટો પડાવ્યા હતા. અને હવે એક મહિના પહેલા જ સોનમ કપૂરે તેના પુત્રને જન્મ આપ્યો છે. પુત્રનો જન્મ થતાં જ સોનમ કપૂર આહુજા અને તેના પતિ આનંદ આહુજા સાથે પરિવારના સભ્યોમાં પણ ખુશ ખુશાલ ની લાગણી જોવા મળતી હતી.

પરંતુ પુત્રના જન્મના એક મહિના થઈ ગયા છતાં પણ સોનમ કપૂર અને તેના પતી આનંદ આહુજાએ પોતાના પુત્ર નો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો ન હતો. એવામાં હવે ચાહકોની આતુરતાના અંત આવ્યો. અને સોનમ કપૂર આહુજા અને તેના પતિ આનંદ આહુજા એ તેના પુત્રની સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે. સાથે સાથે સોનમ કપૂરે તેના પુત્રનું નામ પણ જણાવ્યું છે. સોનમ કપૂરે પોતાના instagram એકાઉન્ટ પર પોતાના પતિ આનંદ આહુજા અને તેના પુત્રની સાથે સુંદર ફોટો શેર કર્યો છે.

જેમાં સોનમ કપૂરના પતિ આનંદ આહુજા તેના પુત્રને ખોળામાં લઈને ઊભેલા છે અને તેની બાજુમાં સોનમ કપુર ઉભેલી છે. સાથે સાથે સોનમ કપૂરે પોતાના પુત્ર નું નામ જણાવ્યું હતું. સોનમ કપૂર આહુજાના પુત્ર નું નામ ‘વાયુ’ રાખવામાં આવેલું છે. સોનમ કપૂરે પોતાના પુત્ર નું નામ વાયુ શા માટે રાખેલું છે. તે બાબતે ખુલાસો પણ આપ્યો હતો. અને કેપ્શન માં લખ્યું હતું કે,, અભિનેત્રી સોનમ કપૂરે શેર કર્યું છે કે હિંદુ શાસ્ત્રોમાં હવા એ પાંચ તત્વોમાંથી એક છે.

ફોટો શેર કરતા સોનમ કપૂરે કેપ્શનમાં લખ્યું છે – “શક્તિની ભાવનામાં જે આપણા જીવનમાં નવા અર્થનો શ્વાસ લે છે. હનુમાન અને ભીમની ભાવનામાં, જે અપાર હિંમત અને શક્તિનું પ્રતીક છે. પવિત્ર અને જીવન આપતી ભાવના તરીકે, અમે અમારા પુત્ર વાયુ કપૂર આહુજા માટે આશીર્વાદ માંગીએ છીએ. વાયુ એ હિંદુ શાસ્ત્રોના પાંચ તત્વોમાંનું એક છે. તે શ્વાસના દેવ છે, હનુમાન, ભીમ અને માધવના આધ્યાત્મિક પિતા અને પવનના અતિ શક્તિશાળી સ્વામી છે. વાયુ અને તેના પરિવારને આપની સતત શુભેચ્છાઓ અને આશીર્વાદ બદલ આભાર.” આમ સોનમ કપૂર એ પોતાના પોતાનું સુંદર નામ પાડેલું જોવા મળે છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *