27-વર્ષ ના યુવકે પોતાની બધી હદ વટાવી દીધી. લિફ્ટ માં 15-વર્ષીય કિશોરી સામે પોતાનું પેન્ટ ઉતારી દેતા કિશોરી,
સમાજમાંથી રોજબરોજ યુવતી સાથે, મહિલા સાથેની છેડતી ની ઘટના, બળાત્કારની ઘટના સામે આવતી જ રહે છે. પોલીસ દ્વારા આ બાબતે કડક કાર્યવાહી અને પગલાં લેવા છતાં પણ અમુક વર્ગ એવો છે કે આવી હરકતોમાંથી ઊંચો આવતો જ નથી. ફરી સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં 27 વર્ષ ના યુવકે બિલ્ડીંગની લિફ્ટ માં 15 વર્ષ ની કિશોરી સાથે એવી ગંદી હરકત કરી કે જેને સાંભળીને લોકો હચમચી ગયા હતા.
વધુ વિગતે જાણવા મળ્યું હતું કે સુરત જિલ્લાના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય એક કિશોરી પોતાની બિલ્ડીંગના લિફ્ટ માં જતી હતી. ત્યારે અચાનક લિફ્ટ ની અંદર 27 વર્ષે નો યુવાન સાગર પટેલ ઘુસ્યો. આ વિકૃત ત મગજ ધરાવતા સાગર પટેલે યુવતી સાથે ગંદી હરકતો શરૂ કરી. યુવતી અને સાગર લિફ્ટ માં એકલા હોય સાગરે યુવતીની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે એવી હરકત કરી કે જેને જોઈને લોકો ચોકી ગયા હતા.
27 વર્ષ ના સાગર પટેલે લિફ્ટ માં પોતાનું પેન્ટ ઉતારી દીધું. જેના કારણે યુવતી ખૂબ જ ગભરાઈ ગઈ. અને તે રડવા લાગી હતી. જે બાદ તેને ઘરે આવીને આ બધી વાત માતા-પિતાને જણાવી હતી. બાદમાં માતા પિતાએ લિફ્ટ માં ફિટ કરેલા સીસીટીવી કેમેરાને આધારે આ યુવકને ગંદી હરકત જોઈ જે બાદ માતા-પિતાએ યુવક સામે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
અને આ વિકૃત યુવક ની પોલીસે ત્યારબાદ ધરપકડ કરી હતી. આમ આવી ગંદી હરકત કરતા સાગર પટેલ સામે લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જાણવા મળ્યું કે આ 27 વર્ષે નો સાગર પટેલ એક ખાનગી મલ્ટીનેશનલ કંપનીમાં એન્જિનિયરની પોસ્ટ ઉપર નોકરી કરી રહ્યા છે. આમ આવી છેડતી ની ઘટના સામે આવતી જ રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!