શાહરુખ ખાન ની પત્ની એ પુત્ર આર્યન ખાન ની ધરપકડ અંગે જે નિવેદન આપ્યું તે સાંભળી, કહ્યું કે, એ સમયે અમને કોઈએ,
બોલીવુડના અભિનેતા સમાચારોમાં અવારનવાર હેડ લાઈન બનાવે છે. બોલીવુડના અભિનેતા ની સાથે તેમના પરિવાર પણ સમાચારોમાં હેડલાઈન બનાવતો હોય છે. ગયા વર્ષે બોલીવુડના પ્રખ્યાત અભિનેતા એવા શાહરુખ ખાન ના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. સૌ કોઈ લોકો જાણે છે કે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન ની ધરપકડ એક ડ્રગ્સના કેસમાં કરવામાં આવી હતી.
જેમાં મુંબઈથી ગોવા જતી એક ક્રુઝ માં ડ્રગ્સ કેસ બાબતે આર્યન ખાન ની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આ કેસમાં એનસીબીને આર્યન ખાન વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા મળ્યા ન હોવાને કારણે આર્યન ખાનને જેલમાંથી છૂટો કરી મૂકવામાં આવ્યો હતો. આ બાબતે આર્યન ખાનની માતા એટલે કે શાહરૂખ ખાનની પત્ની ગૌરીખાને પહેલી વાર નિવેદન આપ્યું છે.
ગૌરી ખાન કોફી વિથ કરન માં આવી હતી. આ સમયે સો ને હોસ્ટ કરી રહેલા કરને ગૌરી ખાનને આ બાબતે થોડી વાત અને થોડા સવાલ પૂછ્યા હતા. ત્યારે ગૌરીખાને જવાબ આપ્યો હતો કે અમે તે દિવસે તે સમયે જે સમયમાંથી પસાર થયા. એનાથી વધુ ખરાબ સમય અમારા માટે ના હોઈ શકે. પરંતુ આખો પરિવાર અમારી સાથે હતો. તે કહે છે કે અમે સારા સ્પેસમાં છીએ. એ સમયે અમને લોકો નો ઘણો પ્રેમ મળ્યો હતો.
જેમાં મિત્રો અને સગા વહાલા એ મેસેજ કરીને આશ્વાસન આપ્યું હતું. આ બાબતે ગૌરી ખાન તે કપરા સમયમાં તેની સાથે ઊભા રહેલા લોકોનો આભાર માને છે કે જેણે તેમને મદદ કરી હતી. આમ આર્યન ખાનના ધરપકડ બાબતે ગૌરીખાને પહેલીવાર પોતાનું નિવેદન ખુલીને આપ્યું હતું. આર્યન ખાનની વાત કરવામાં આવે તો હવે તે પાછું પોતાના જીવનમાં કમબેક કરી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!