ભાવુક વિડીયો ! આ વૃદ્ધ દાદા એવું કામ કરી રહ્યા છે કે જેને જોઈ ને આંખો ભીની થઇ જશે. જુઓ વિડીયો.
આજના જમાનામાં ઘણા એવા લોકો હોય છે કે જેને બે ટાઈમ નું ભોજન પણ નસીબ થતું હોતું નથી. આપણે રોડ રસ્તા ઉપરથી પસાર થતા હોઈએ તો જોઈ શકતા હોઈએ છીએ કે અમુક લોકો ફૂટપાથ ઉપર ભીખ માંગતા હોય છે. અને માંડ પોતાનું જમવાનું કરતા હોય છે. ક્યારેક આપણે ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા હોઈએ ત્યારે પણ અમુક નાના બાળકો આપણી પાસે આવીને જમવા માટેના પૈસા માંગતા હોય છે.
અને આવા દ્રશ્યો લોકોને અને આપણને ભાવુક કરી દેતા હોય છે. ખરેખર આવા લોકો પ્રત્યે આપણે લાગણી ખૂબ જ ઉદ્ભભવતી હોય છે. હાલ એવો જ કંઈક વિડીયો એક ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં એક મોટી ઉંમરના દાદા કે જે એક સાયકલ ઉપર નાનો મોટો માલ સામાન વહેંચીને પોતાનો ગુજરાન ચલાવી રહ્યા હોય છે.
વીડિયોમાં જોઈ શકાય છે તેમ કે આ દાદા પોતાની સાયકલને એક ચા ની દુકાન ઉપર ટેકવીને પોતે ટેબલ ઉપર બેસીને પોતાની આખા દિવસની કમાણી ગણતા હોય છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ તે વૃદ્ધ દાદા પહેલા હાથમાં નોટો ગણતા હોય છે. ત્યારબાદ ટેબલ ઉપર અમુક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયાના સિક્કા રાખેલા હોય છે. તે એક એક કરીને ગણતા હોય છે.
दिनभर की कमाई 🥺❤️ pic.twitter.com/pHEqKvflLN
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) September 20, 2022
આ વિડીયો એટલો બધો ભાવુક કરી મૂકે છે કે જોવા વાળાની આંખમાંથી પણ આંસુ નીકળી જાય એવો છે. દાદા ની ઉંમર જોતા લાગે છે કે દાદા 50 વર્ષની ઉપર ઉંમર ધરાવતા હશે. અને આ ઉંમરમાં પણ પોતાના પેટનો ખાડો પુરવા માટે કાળી મજૂરી કરવી પડે છે. આ વિડીયો જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આવી સ્થિતિ કોઈને ના બતાવે. આમ આવા અનેક વિડીયો આપણે સમક્ષ આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!