India

અભિનેતા ‘દીપેશ ભાન’ દોઢ વર્ષ ના પુત્ર ને મૂકી ભગવાન ના ધામ પહોંચી ગયા..અંતિમયાત્રા માં ભાવુક દ્રશ્યો..જુઓ તસ્વીર.

Spread the love

હાલમાં ટીવી સિરિયલ ‘ ભાભીજી ઘર પર હે ‘ ના એક અભિનેતા મલખાન સિંહ એટલે કે દીપેશ ભાન નું અવસાન થતા ટીવી ઇન્ડસ્ટ્રી માં ભારે ગમગીન વાતાવરણ થઇ ગયું હતું. અચાનક દીપેશ ભાન નું મૃત્યુ થતા પરિવાર ના લોકો અને તેના નજીક ના મિત્રો ને પણ વિશ્વાસ આવ્યો ન હતો. દિપેશ ભાન નું શરીર શનિવારે પંચમહાભૂત માં વિલીન થઈ ગયું હતું. દિવંગત અભિનેતા ના અંતિમ સંસ્કાર માં તેના સહકર્મી, તેના મિત્રો અને પરિવાર ના ઘણા લોકો એ હાજરી આપી હતી.

દીપેશ ભાન સવારે જિમ માં ગયા પછી ક્રિકેટ રમી રહ્યા હતા. એવામાં અચાનક તે જમીન પર પડી ગયા અને તેની આંખો માંથી લોહી વહેવા લાગ્યું હતું. તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજી ગયું હતું. તેમની પત્ની ની આંખ માંથી પણ આંસુ સુકાતા નથી. માત્ર દોઢ વર્ષ ના દીકરા ને મૂકી દીપેશ ભાન ભગવાન ના ધામ પહોંચી ગયા. દોઢ વર્ષ ના દીકરા ને તો આ વાત ની ખ્યાલ પણ નહીં આવે કે તેના પિતા આ દુનિયામાં રહ્યા નથી.

દીપેશ ભાન ના અંતિમ સંસ્કાર માં સિરિયલ ના ઘણા કો-સ્ટાર્સ આવ્યા હતા. ભાભીજી ઘર પર હે સિરિયલ માં મલખાન ને ટીકા ની જોડી હતી. ટીકા નું પાત્ર ભજવનાર વૈભવ માથુર અંતિમ યાત્રા માં આવતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ચારુલ મલિક દીપેશ ભાન ની પત્ની સાથે ઉભા હતા. પત્ની ને સાંત્વના આપતા જોવા મળ્યા હતા. પત્ની પણ દીકરા ને ખોળા માં લઈને સુન્ન અવસ્થામાં ઉભી હતી.

ટીવી સિરિયલ માં તિવારી જી નું પાત્ર ભજવનાર રોહિતાશ ગૌર પણ અંતિમયાત્રા માં જોડાયા હતા. આ ઉપરાંત નેહા પેન્ડેસ પણ અંતિમયાત્રા માં સામેલ હતા.તમામ લોકો એ ભારે હૈયે દીપેશ ભાન ને અંતિમ વિદાય આપી હતી. ખુબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. શો માં દીપેશ ભાન સાથે નજર આવતા આસિફ શેખે કહ્યું હતું કે, દીપેશ ભાન ને બ્લડ પ્રેશર ની સમસ્યા હતી. તેણે થોડા સમય પહેલા જ ચેક અપ કરાવ્યું હતું. પણ ત્યારે બધું નોર્મલ જ આવ્યું હતું. તે એક હાયપર એક્ટિવ યુવક હતો અને તે અવનવી રીલ્સ બનાવતા હતા તેમ જણાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *