India

બિહાર- ગેરકાયદેસર ફટાકડા ની ફેક્ટરી માં મોટો વિસ્ફોટ 6-ના મૃત્યુ સામે આવી દર્દનાક તસવીરો…ત્રણ માળ નું મકાન ધરાશાયી.

Spread the love

આપણા ભારત માં ઘણા રાજ્યો એવા છે કે જ્યાં ગેરકાયદેસર રીતે ફટાકડાઓ ની ફેકટરીઓ ચાલતી હોય છે. ઘણા સમાચારો સામે આવતા હોય છે કે જેમાં આવી ફેકટરીઓ માં ક્યારેક ક્યારેક બ્લાસ્ટ થતા અનેક લોકો મૃત્યુ પામતા હોય છે. એવી જ એક હચમચાવતી ઘટના બિહાર થી સામે આવી છે. જ્યાં એક ગેરકાયદેસર ચાલી રહેલી ફટાકડા ની ફેક્ટરી માં અચાનક જ બ્લાસ્ટ થતા એકસાથે છ લોકો મૃત્યુ પામ્યા હતા. અનેક લોકો કાટમાળ ની નીચે દટાયા હતા.

વધુ વિગતે જાણીએ તો બિહાર ના છપરા ના ખોદાઈબાગ ગામમાં એક ફટાકડા ની ફેક્ટરી માં અચાનક જ બ્લાસ્ટ થતા એકસાથે છ લોકો ના મૃત્યુ નિપજ્યા હતા. આ એવો ભયંકર વિસ્ફોટ હતો કે એક ત્રણ માળ નું મકાન ધરાશાયી થઈ ગયું હતું. વિસ્ફોટ નો અવાજ પણ 3-કિલોમીટર સુધી દૂર સાંભળવા મળ્યો હતો. અનેક લોકો કામ કરતા મજૂરો મકાન ના કાટ માળની નીચે દબાયા હતા.

આ આખી ઘટના જયારે બની તે ઘટના નો વિડીયો પણ સામે આવ્યો હતો. જેમાં એક જોરદાર નો ધમાકો થતા આગ ના ગોટેગોટા નીકળ્યા હતા. અચાનક ધમાકો થતા ફેક્ટરી માં રહેલ ફટાકડા ધડાધડ ફૂટવા લાગ્યા હતા. મૃતક લોકો ના નામ સાબીર અલી (22-વર્ષ) પિતા રહેમતુલ્લા મિયાં, મુલાજીમ (35-વર્ષ) પિતા રહેમતુલ્લા મિયા, સહજાદ (5-વર્ષ) પિતા મુલાજીમનો સમાવેશ થાય છે. અન્ય બે લોકોના નામ જાણી શકાયા નથી.

ઘટના ની જાણ પોલીસ ને થતા પોલીસ ના ધાડેધાડા ઘટના સ્થળ પર ઉતરી આવ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા લોકો ને બચાવવાનુ કામ પુરજોશ માં કરવામાં આવી રહ્યું હતું. લોકો ના કહેવા અનુસાર ત્યાં આજુબાજુ ના વિસ્તાર માં 12-જેટલી ગેરકાયદેસર ફટાકડા ની ફેક્ટરીઓ ચાલી રહી છે. આ ફેકટરીઓ રહેણાંકી વિસ્તારો માં ચાલતી હોવાથી લોકો માં ભારે ડર નો માહોલ છવાયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *