અમદાવાદ- પુત્ર ની હત્યા કરી તેની લાશ ના 6-ટુકડા કર્યા અલગ-અલગ જગ્યા એ ફેંકી દીધા..આખી કહાની જાણી હચમચી જશે…
આપણા સમાજ માં ક્યારેક ક્યારેક એવા હચમચાવતાં કેસો સામે આવતા હોય છે કે સાંભળી ને રૂવાંટા બેઠા થઇ જાય. અમદાવાદ થી એવો જ એક હત્યા નો કેસ સામે આવ્યો છે. એક પિતા એ તેના પુત્ર ને મારી નાખી તેની લાશ ના છ ટુકડા કર્યા અને અલગ-અલગ જગ્યા એ ફેંકી દીધા હતા. આખી ઘટના જાણી ને ચોંકી ઉઠ્શો. વધુ વિગતે જાણી એ તો અમદાવાદ માં રહેતા પિતા (આરોપી) નિલેશ જોશી જે એક નિવૃત એસ.ટી ના કર્મચારી છે. તે તેના 21-વર્ષ ના પુત્ર સાથે અમદાવાદ માં રહેતા હતા.
નિલેશ જોશી નો 21-વર્ષીય પુત્ર સ્વયમ જોશી કે જે માત્ર 10-ધોરણ સુધી અભ્યાસ કરેલો હતો. જે નાની ઉમર માં જ દારૂ ના રવાડે અને અન્ય ઘણા આડા રસ્તે ચડી ગયો હતો. પિતા સાથે વારંવાર ઝગડાઓ કરતો હતો. પિતા ને ગણકારતો પણ ન હતો. નિલેશ જોશી ની પત્ની અને તેની પુત્રી કે જે જર્મની દેશ માં રહે છે. આ ઘટના 18-જુલાઈ ની છે જયારે સ્વયમ જોશી સવારે પાંચ વાગે તેના ઘરે નશાની હાલત માં આવ્યો હતો.
સ્વયમ તેના પિતા નિલેશ જોશી પાસે પૈસા ની માંગણી કરતો હતો. પિતા એ પૈસા આપવાની ના પાડી જેથી સ્વયમ ઘરે ગાળો બોલવા લાગ્યો અને તિજોરી ની તોડફોડ કરવા લાગ્યો હતો. પિતા પર પાવડા ના હાથા વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પિતા એ જોરથી ધક્કો મારી તેને પલંગ પર પાડી દીધો. પિતા નિલેશ જોશી રસોડામાં રહેલ દસ્તો લાવી ને તેના પર 7-8 ઘા માર્યા અને સ્વયમ નું મૃત્યુ નિપજાવી દીધું હતું. પિતા ભક્તિભાવ વાળા હતા. તેને તેના કરેલ કામ પર પછતાવો હતો.
પિતા નાહી ધોઈ ને તૈયાર થઇ ને કાલુપુર માં આવેલ સ્વામિનારાયણ મંદિરે ગયા અને તેણે કરેલા કાર્ય ની માફી ભગવાન પાસે માંગી હતી. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક કટર વડે પુત્ર ના શરીર ના છ ટુકડા કરી નાખ્યા અને પ્લાસ્ટિક ની બેગ માં નાખી અને તેને વાસણા, પાલડી જેવા અનેક બીજા સ્થળો એ ફેંકી દીધા હતા. અને તેઓ અમદાવાદ થી સુરત ભાગી ગયા ત્યાંથી તેઓ ટ્રેન દ્વારા ગોરખપુર જતા હતા. તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચ ને જે લાશો ના ટુકડા મળ્યા હતા તેના દ્વારા ચક્રો ગતિમાન કરી ઊંડી તપાસ હાથ ધરી અને નિલેશ જોશી ની ધરપકડ કરી લીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!