અભિનેત્રી કેટરિના કૈફ પતિ વિકી કૌશલનો હાથ પકડીને એરપોર્ટમાં પ્રવેશી જ્યાં પતિ સાથે કિલર પોઝ આપતી નજર આવી….જુવો વીડિયો
વિકી કૌશલ અને કેટરિના કૈફ બી-ટાઉનનું સૌથી સુંદર કપલ છે,જેઓ તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય મેળવીને વેકેશન પર જવાનો કોઈ તક છોડતા નથી. જ્યારે બંનેના જન્મદિવસની વાત આવે છે, ત્યારે તેઓ તેમના મનપસંદ સ્થાન પર તેમના ખાસ દિવસની ઉજવણી કરે છે. ત્યાં જ અભિનેત્રી કેટરીના કૈફ એ પોતાના 40માં જન્મદિવસના એક દિવસ પહેલા 15 જુલાઈ,2023 ના રોજ આ કપલ ને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું, જ્યાંથી તેઓ અભિનેત્રીના જન્મદિવસની ઉજવણી કરવા માટે શહેરની બહાર જય રહ્યા હતા.
15 જુલાઈ 2023ના રોજ સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વિડિયોમાં કેટરિના અને વિકી કૌશલ એરપોર્ટમાં હાથ પકડીને પ્રવેશતા જોવા મળ્યા હતા, જ્યારે તેઓ પાપારાઝી માટે પોઝ આપતા હતા. જ્યાં કેટરિનાએ પોતાની મુસાફરી માટે ફ્લોરલ ફુલ-સ્લીવ ટોપ પહેર્યું હતું, જેમાં ફ્લેર્ડ ડેનિમ્સ અને વ્હાઇટ સ્નીકર્સ હતા. જ્યાં બીજી બાજુ વિકીએ સફેદ ટી-શર્ટ, બ્લેક જેકેટ, પેન્ટ અને સફેદ સ્નીકર્સ સાથે તેના દેખાવને મેચિંગ બનાવ્યો હતો તે બેકપેક પણ લઈને જતો હતો. આ સાથે જ બંને કપલ કાળા ચશ્મા પહેરીને બંને ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યા હતા.
વિકી અને કેટરિનાનો વીડિયો સામે આવતા જ ચાહકોએ તેમના ફેવરિટ કપલ પર પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. જ્યાં કમેંટ કરતા તેમના એક ચાહકે લખ્યું કે કેટરીના કૈફ ખૂબ સુંદર છે.જ્યારે એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કહ્યું કે સુંદર વિકી કૌશલ સાથે સુંદર કેટરીના . તમને જણાવી દઈએ કે વિકી અને કેટરિનાના લગ્ન ડિસેમ્બર 2021માં રાજસ્થાનમાં થયા હતા. ગાંઠ બાંધતા પહેલા આ કપલે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યું હતું.
કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’ની સાતમી સીઝનમાં બોલતા કેટરીનાએ કહ્યું હતું કે હું તેના (વિકી) વિશે વધુ જાણતી ન હતી. તે માત્ર એક નામ હતું જેના વિશે મેં સાંભળ્યું હતું પણ તેને ક્યારેય માલ;ઇ નહોતી પરંતુ પછી જ્યારે હું તેને મળી તો તેનાથી હું પ્રભાવિત થઈ , તે મારું નસીબ હતું અને તે ખરેખર બનવાનું હતું. ત્યાં ઘણા સંયોગો હતા કે એક સમયે તે બધું ખૂબ અવાસ્તવિક લાગ્યું. જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કેટરીના હવે પછી સલમાન ખાન સાથે એક્શન-થ્રિલર ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે.
આ ફિલ્મ 2023ની દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ સિવાય તેની પાસે વિજય સેતુપતિની સાથે શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ પણ છે. ચાહકો તેને આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા સાથે ફરહાન અખ્તરની આગામી ફિલ્મ ‘જી લે ઝરા’માં પણ જોશે. ત્યાં જ વિકીએ તાજેતરમાં રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘મેરે મહેબૂબ મેરે સનમ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે, જેમાં તૃપ્તિ ડિમરી પણ છે. તે મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત અને રોની સ્ક્રુવાલા દ્વારા નિર્મિત ‘સામ બહાદુર’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ પણ મુખ્ય ભૂમિકામાં છે.
View this post on Instagram