વતન મા પરત ફરી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ! વતન આવતા સૌ પ્રથમ એવું કામ કર્યું કે ચારેકોર થવા લાગી વાહ વાહ, જુઓ વિડીયો.
બોલીવુડની અભિનેત્રી ડિમ્પલ ગર્લ એટલે પ્રીતિ ઝિન્ટા કે જે લાંબા સમયથી ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. પરંતુ પ્રીતિ ઝિન્ટા સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના અને પોતાના પરિવાર સાથે જોડાયેલી કેટલીક તસ્વીરો અને વીડિયો પણ શેર કરતા રહે છે. પ્રીતિ ઝિન્ટાના અંગત જીવનની વાત કરવામાં આવે તો તેને વર્ષ 2016માં તેના અમેરિકાના બોયફ્રેન્ડ જિન ગુડ ઇનફ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ પછી પ્રીતિ ઝિન્ટાએ તેના લગ્નની તસવીરો શેર કરી હતી.
ચાહકથી છૂપી રીતે તેને લગ્ન કરી લીધા હતા. વર્ષ 2021 ના નવેમ્બર મહિનામાં પ્રીતિ ઝિન્ટા અને તેના પતિ જિન ગુડ ઇનફ દ્વારા સરોગસી થી જોડિયા બાળકોના માતા પિતા બન્યા છે. પ્રીતિ ઝિન્ટા હાલમાં અમેરિકાથી ભારત પરત ફરી છે. તેના બાળકોના નામ જાણીએ તો તેના પુત્ર નું નામ જય અને પુત્રીનું નામ જીયા રાખવામાં આવ્યું છે. અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ભારત પરત ફરતાની સાથે સૌથી પહેલા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને પ્રાર્થના કરવા ગઈ હતી.
જેના ફોટા અને વિડિયો પ્રીતિ ઝિન્ટા એ તેના instagram એકાઉન્ટ ઉપર શેર કરેલા છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ પ્રીતિ ઝિન્ટા સિદ્ધિવિનાયક મંદિરે દર્શને પહોંચતાની સાથે ખુબ ખુશ જોવા મળે છે. પ્રીતિ ઝિન્ટા એ સફેદ અને લાલ રંગના અનારકલી કપડાં પહેરેલા છે. જેમાં તે સુંદર લાગી રહી છે. પ્રીતિ ઝિન્ટાએ આ વિડીયો શેર કરતા કેપ્શન માં લખ્યું કે, મુંબઈમાં પાછા સિદ્ધિ વિનાયક મંદિરમાં પાછા, તેને કહ્યું કે સિદ્ધિવિનાયક મંદિરના અદભુત દર્શન કરાવવા બદલ મંદિરના તમામ લોકોનો ખુબ ખુબ આભાર અહીં આવીને હૃદય અને આત્મા બંનેને શાંતિ મળી.
View this post on Instagram
પ્રીતિ ઝિન્ટાના આ વિડીયો ઉપર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. અભિનેત્રી એક સમયે ભારતની બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સાથે સંકળાયેલી સફળ હિરોઈન હતી. પરંતુ હાલમાં દિવસોમાં તે ફિલ્મોથી દૂર રહે છે. પ્રીતિ ઝિન્ટા ક્રિકેટ સાથે પણ જોડાયેલી જોવા મળે છે. કારણ કે ભારતીય પ્રીમિયર લીગ ipl માં પ્રીતિ ઝિન્ટાની પોતાની અલગ ટીમ છે. જેનું નામ પંજાબ કિંગ્સ છે. જેમાં તે અવારનવાર પોતાની ઝલક દેખાડતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!