India

આત્મહત્યા કરતા પહેલા અભિનેત્રી વૈશાલી ઠક્કરે તેના મંગેતર સાથે તોડી નાખી હતી સગાઈ! સગાઈ તોડવાનું કારણ જાણવા મળ્યું કે,

Spread the love

રોજબરોજ હત્યા અને આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક ક્યારેક મોટા સેલિબ્રિટીઓ પણ આત્મહત્યા કરી લેતા હોય છે. એવી જ એક ઘટના ફરી સામે આવે છે. ટેલિવિઝનની મશહૂર અભિનેત્રી વૈશાલી ઠક્કરે પોતાના ઘરે રવિવારના રોજ આત્મહત્યા કરી લીધી હતી. સાત વર્ષથી મુંબઈમાં રહેતી વૈશાલી ઠક્કર છેલ્લા એક વર્ષથી પોતાના ઘર મધ્યપ્રદેશ ઇન્દોરમાં રહેતી હતી જેને આત્મહત્યા કરી લીધેલી છે.

આત્મહત્યાની જાણકારી સામે આવતા તેના ચાહકો તથા ટેલિવિઝનની ઇન્ડસ્ટ્રીમાં ભારે હડકમ મચી જવા પામી છે માહિતી મળી કે જ્યારે પોલીસને આ બાબતે જાણ થય ત્યારે પોલીસ તેના ઘરે પહોંચી હતી ત્યારે પોલીસે વૈશાલીના રૂમની તપાસ કરતા તેને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે વૈશાલીને તેના બોયફ્રેન્ડ તરફથી દગો મળતા વૈશાલી ઠક્કરે આ પગલું ભરેલું છે.

2021 ના વર્ષમાં એપ્રિલ મહિનામાં અભિનેત્રી વૈશાલી ઠક્કરની સગાઈ થઈ હતી પરંતુ તેને તેના મંગેતરની સાથે સગાઈ તોડી નાખી હતી અને તેને કહ્યું હતું કે તે તેના મંગેતર સાથે લગ્ન નહીં કરે. પોલીસે આ બાબતે ડેટ બોડી પાસેથી સુસાઇડ નોટ બરાબર કરી છે જેને પ્રાથમિક તપાસમાં જોતા તેના બોયફ્રેન્ડ તેને હેરાન કરતો હોય તેને આ આત્મહત્યાનું પગલું ભર્યું હોય તેવું લાગઈ રહ્યું છે.

આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. અભિનેત્રી વૈશાલી ઠકરે ઘણી બધી ટીવી સરીયાલોમાં કામ કરેલું છે. જેમાં તેને આશિકી, સસુરાલ સિમરકા, સુપર સિસ્ટર, મન મોહિની સિઝન 2 અને છેલ્લે તે રક્ષાબંધન શો માં જોવા મળી હતી. અભિનેત્રીએ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે અને ચાહકોમાં સાથે ટીવી સીરીયલ ઇન્ડસ્ટ્રીમાં પણ ભારે શોક નું મોજું ફરી વળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *