Entertainment

90 ના દશક્નો પ્રખ્યાત શો ‘ શક્તિમાન ‘ ની ગીતા વિશ્વાસ ના કિરદાર થી મશહૂર થયેલ અભિનેત્રી વૈષ્ણવી આજે દેખાઈ છે એવી ગજબની હોટ કે… જુવો તસ્વીરો

Spread the love

90 ના દશકના બાળકોની માટે ‘ શક્તિમાન ‘ એક સોનેરી યાદી સમાન છે.દૂરદર્શન પર જોવા મળતી આ આઇકોનીક સિરિયલ ને જોઈને જ આખું બાળપણ પૂરું થયું છે. તે સમયે ‘ શક્તિમાન ‘ સિરિયલ એ અને તેના કાલકારોએ દરેક લોકોના જીવનમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી હતી જે જગ્યા આજે પણ બાળકોના દિલમાં જોવા મલી જાય છે. તે સમયે પણ આ સિરિયલ એ અને તેના કાલકારોએ બહુ જ લોકપ્રિયતા હાંસિલ કરી હતી. શક્તિમાન ની પ્રેમિકા અને પત્રકાર બનેલ ગીતા વિશ્વાસ નો કિરદાર પણ બહુ જ મશહૂર હતો.

જેને પરદા પર વૈષ્ણવી મહંત એ નિભાવયો હતો.શક્તિમાન સિરિયલમાં ગીતા વિશ્વાસ નો કિરદાર નિભાવીને ઘરે ઘરે મશહૂર થયેલી વૈષ્ણવી મહંત આજે દેખાઈ છે એવી ગજબની કે તેની તસ્વીરો જોઈને તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરી શકો.જણાવી દઈએ કે વૈષ્ણવી નો જન્મ મૂંબઈમાં થયો હતો. બાળપણ માં તેનો પરિવાર હૈદરાબાદ માં શિફ્ટ થઈ ગયો હતો તે સમયે વૈષ્ણવી વિચારતી હતી કે તે એક વૈજ્ઞાનિક બનશે. વેકેશન મનાવા માટે વૈષ્ણવી મુંબઈ આવતી હતી, અહી જ તેને રામસે બ્રધર્સ ની ફિલ્મ માં કામ મળી ગયું.

1988 માં પોતાની ફિલ્મ ‘ વીરના ‘ ની સાથે પોતાના અભિનય કરિયર ની શરૂઆત કરી હતી. તે સમયે તેની ઉમર માત્ર 14 વર્ષની હતી. આના પછી તેને ‘ લડલા, બાબુલ , દાનવીર અને બંબાઈ કા બાબુ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ તે પોતાની કોઈ અલગ ઓળખ બનાવી શકી નહીં. વર્ષ 1997 માં ટીવી પર ‘ શક્તિમાન ‘ નું પ્રસારણ શરૂ થયું હતું. આ સિરિયલ માં ગીતા વિશ્વાસ નો રોલ નિભાવનારી વૈષ્ણવી એટલી બધી મશહૂર થઈ ગઈ કે તેને ગીતાના નામથી જ ઘરે ઘરે ઓળખ મળી ગઈ. અને અંતમાં તેને તે સફળતા મળી જ ગઈ કે જેની તે આતુરતાથી રાહ જોઈ રહી હતી.

વૈષ્ણવી એ ‘ શક્તિમાન ‘ ની સિવાય છૂના હે આસમાન, સાપને સુહાને લાડકપન કે, ટશન એ ઇશક, યહ ઉન દિનો કી બાત હે, હમ પાંચ ફીર સે, કસૌટી જિંદગી કી , એક લડકી અંજાની સી, મિલે જબ હમ તું, દિલ સે દિલ તક અને મિટેગી લક્ષ્મણ રેખા જેવી ઘણી સિરિયલો માં કામ કર્યું, પરંતુ શક્તિમાન વાળી પોપુલારિટી તેમણે ફરી ક્યાય મળી નહીં. વૈષ્ણવી આજે પણ મનોરંજન ની ઈન્ડસ્ટ્રી માં એક્ટિવ છે. તે કલર્સ ના શો ‘ પરિણીતી ‘ માં તાઈ જી નો કિરદાર નિભાવી રહી છે. તે સોશિયલ મીડિયા પર પણ એકટિવ  જોવા મળી જાય છે. અને ઘણીવાર  પોતાની લેટેસ્ટ તસ્વીરો પણ પોસ્ટ કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *