પતિ-પત્ની વચ્ચે ઝગડો થતા પત્ની ચાલી ગઈ પિયર ત્યારપછી જે ઘટના બની તે સાંભળી ધ્રુજી ઉઠશે.
રોજબરોજ આત્મહત્યાના અને હત્યાના અનેક બનાવો સામે આવતા રહે છે. એમાં ખાસ કરીને પ્રેમ સંબંધમાં કા તો હત્યા થઈ જાય છે અથવા તો આત્મહત્યા કરવામાં આવતી હોય છે. એવી જ ઘટના સુરત જિલ્લાના ડીંડોલી માંથી સામે આવી છે. જેમાં એક પત્ની તેના પતિથી નારાજ થઈને પિયર ચાલી ગઈ હતી ત્યારબાદ પતિએ આત્મહત્યા કરી લીધી હતી.
આ વિગતે વાત જાણીએ તો સુરતના ડીંડોલીમાં રહેતા 25 વર્ષના આકાશ પટેલે દોઢ વર્ષ પહેલા અંકિતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંનેનો લગ્નજીવન ખુશ ખુશ ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ બંને વચ્ચે બોલાચાલિ થઈ હતી અને ઝઘડો થયા બાદ તેની પત્ની અંકિતા તેના પિયર ચાલી ગઈ હતી. ત્યારબાદ આકાશ પટેલ તેને મનાવવા અંકિતાના ઘરે ગયો હતો પરંતુ ત્યાં જતાં તેના માતા પિતા સાથે પણ બોલાચાર થઈ હતી.
ત્યારબાદ આકાશ પટેલ ઘરે આવી ગયો હતો અને તેના મગજમાં બધું ચાલી રહ્યું હતું એવામાં તેને પોતાની પત્નીના પ્રિય શર્ટ વડે ગળાફાંસો ખાઈ લીધો હતો અને સુસાઇડ નોટમાં લખ્યું કે અંકિતા આઈ મિસ યુ હું તને પ્રેમ કરું છું અને તેને સીધે સીધું નહીં કહી શકતો. વધુમાં લખ્યું કે તને જોવા માટે હું તડપુ છું કહ્યું કે મારી ભૂલ ના કારણે મેં તને ગુમાવી છે અને હું જીવવા પણ નથી માંગતો.
આવી સુસાઇડ નોટ લખીને તેને ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતા પરિવારના લોકોમાં ભારે દુઃખોના વાદળો છવાઈ ગયા હતા અને પોલીસે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ એક નાનો ઝગડો બન્યું મોતનું કારણ. આ ઘટનાને લીધે ભારે ચકચાર મચી જવા પામી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!