જમીન પર બહાર આવ્યા બાદ ‘દેવાયત ખવડ’ નો પ્રથમ ડાયરો કહ્યું કે ઝુકેગા નહિ સાલા ત્યાતો થયો રૂપિયા નો, જુઓ વિડીયો.
આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ ડાયરા ના કલાકાર દેવાયત ખવડ કે જે 72 દિવસનો જેલવાસ ભોગવીને જામીન ઉપર અમુક શરતોને આધીન જેલમાંથી બહાર આવેલા છે. દેવાયત ખવડ જેલમાંથી બહાર આવીને ભાવનગર શહેરના પાલીતાણામાં કમળાઈ માતાજીના હુતાશના પર્વ નિમિત્તે,
કરવામાં આવેલા ડાયરાના આયોજનમાં દેવાયત ખવડે પોતાની હાજરી આપી હતી અને ડાયરાની રમઝટ બોલાવી હતી. આ ડાયરામાં દેવાયત ખવડ ઉપરાંત કિર્તીદાનભાઈ ગઢવી, રાજભા ગઢવી જેવા મહાન કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. દેવાયત ખવડ સાફો પહેરીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા.
તેઓનું પુષ્પ વર્ષા કરીને અદભુત સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકસાહિત્યકાર દેવાયત ખવડે માતાજીની આરાધના કરીને પોતાના ડાયરાની શરૂઆત કરી હતી. સ્ટેજ પરથી દેવાયત ખવડ બોલ્યા કે હું શું બોલીશ તેની વાટ જોઈને આખું ગુજરાત બેઠું છે પરંતુ હું કોઈ વાઇડાઇ કરીશ નહીં માત્ર વ્યવહારની જ વાત કરીશ અને પહેલા પણ કહેતો અને આજે પણ કહું છું ઝૂકેગા નહીં સાલા.
આમ દેવાયત ખવડ દ્વારા અનોખી શરૂઆત કરવામાં આવી હતી અને જેલવાસ ભોગવ્યા બાદ તેનો સૌપ્રથમ ડાયરો યોજવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા રાજકોટ શહેરમાં મયુરસિંહ રાણા નામના યુવાન ઉપર દેવાયત ખવડ દ્વારા જાન લેવા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ દેવાયત ખવડને જેલવાસ ભોગવવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!