India

કોરોના માં પુત્ર ગુમાવ્યા બાદ સાસુ-સસરા એ પુત્રવધુ ના બીજા લગ્ન કરાવી માં-બાપ બનીને પુત્રવધુ નું કર્યું કન્યાદાન…

Spread the love

છેલ્લા બે વર્ષ થી આખા વિશ્વ માં કોરોના એ તબાહી મચાવી દીધી છે. આખું વિશ્વ આ મહામુસીબતે સામે જજુમી રહ્યું છે. હાલ તો કેસ આવાનો દર ઘણો ઓછો થયો હોય લોકો એ રાહત નો શ્વાસ લીધો. જે પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું તેના કારણે ઘણા પરિવાર ના લોકો રસ્તા પર આવી ગયા છે. ઘણા પરિવાર ના મુખ્ય વ્યક્તિ નું નિધન થતા તેમના માથે મહામુસીબત આવી પડી છે. હજુ પણ ઘણા લોકો આ પરિસ્થિતિ ની અસર નો ભોગ બની રહ્યા છે.

હાલ એક માનવતા ને છાજે એવો કિસ્સો સામે આવ્યો છે. મધ્યપ્રદેશ ધાર માં રહેતા એક પરિવારે કોરોના માં પોતાનો પુત્ર ગુમાવી દીધો હતો. તિવારી પરિવાર ના પ્રિયાંક તિવારી નું કોરોના માં અવસાન થયું હતું. પ્રિયાંક ના લગ્ન 27 નવેમ્બર 2011 નારોજ રિયા સાથે થયા હતા. અને 25 એપ્રિલ 2021 ના રોજ પ્રિયાંક નું કોરોના માં અવસાન થયું હતું. પ્રિયાંક ના પિતા યુગ તિવારી નિવૃત એસ-બી-આય માં એ-જિ-એમ હતા. અને પ્રિયાંક ભોપાલ માં સોફ્ટવેર કંપની માં એન્જીનીયર હતો.

પ્રિયાંક ના મૃત્યુ બાદ તેની નોકરી તેની પત્ની રિયા ને મળી હતી. રિયા ના સાસુ સસરા એ પોતાના પુત્ર પ્રિયાંક ના મૃત્યુ બાદ જે કર્યું તે ખરેખર સમાજ માટે ઉદાહરણરૂપ સાબિત થયું છે. યુગ તિવારી અને તેની પત્ની એ પુત્રવધુ રિયા ના બીજા લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. અને એ માટે યુગ તિવારી એ પોતાની પુત્રવધુ રિયા માટે છોકરો પણ ગોતી દીધો. સાસુ સસરા એ પુત્રવધુ ના માં-બાપ બનીને રિયા ને પરણાવી. બન્ને એ જાતે જ રિયા નું કન્યાદાન કર્યું હતું.

રિયા ના બીજા લગ્ન જેની સાથે થયા તે વરુણ હોટેલ સંચાલક અને પ્રોપર્ટી ડિલર છે. સાસુ સસરા એ રિયા ના માતા-પિતા સાથે વાત કરી ને રિયા ના બીજા લગ્ન કરાવી દીધા. લગ્ન નો આખો ખર્ચ તે લોકો એ કર્યો. અને નાગપુર માં પ્રિયાંકે એક બંગલો ખરીદ્યો હતો તે બંગલો પણ તેને આપી દીધો. સાસુ-સસરા એ માતા-પીતા બની ને વહુને ખુબ જ સારી રીતે વિદાય આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *