નવા તારક મહેતા ની એન્ટ્રી થતા જુના તારક મહેતા એકપછી એક પોસ્ટ દ્વારા પોતાનો રોષ ઠાલવતા જે કહ્યું તે જાણી પાણી-પાણી થઇ જશે.
ઘણા સમયથી આખા ભારતને હસાવતી એવી કોમેડી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે લોકોને ખૂબ જ પ્રિય સીરીયલ માનવામાં આવે છે. આખા ભારતમાં સૌથી વધુ ટેલિવિઝનમાં નિહાળવામાં આવતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ જ છે. પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં હવે એક પછી એક ઘણા જ કલાકારો શો ને અલવિદા કહી રહ્યા છે.
થોડા સમય પહેલા તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા એ સો ને અલવિદા કહી દીધું હતું. તેનું કારણ પણ સમાચારોમાં સામે આવ્યું હતું. હવે શૈલેષ લોઢાના સ્થાને અભિનેતા સચિન સરોફ આ રોલ ભજવી રહ્યા છે. જ્યાર થી નવા તારક મહેતા તરીકે આ રોલ ભજવી રહ્યા છે ત્યારથી જુના તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા ને આ બાબતે કોઈ ગુસ્સો થતો હોય તેમ એક પછી એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
જુના તારક મહેતા શૈલેષ લોઢા એ થોડા સમય પહેલા જ એક કવિતા શેર કરીને સોશિયલ મીડિયાના instagram એકાઉન્ટ પર શેર કરી હતી. તેમાં કોઈનું નામ લીધા વગર તેને પ્રોડ્યુસર અસિત મોદી ઉપર નિશાનો સાધ્યો હતો. એવામાં ફરી એક પોસ્ટ શૈલેષ લોઢાયે instagram ના એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેણે ભારતમાં જૂના સમયમાં આવતી પ્રખ્યાત એવી સીરીયલ મહાભારતમાં આવતા શકુનિ ની તસવીર શેર કરીને કેપ્શન માં લખ્યું છે કે,,
સરળ વ્યક્તિ સાથે કરવામાં આવેલું કપટ તમારી બરબાદીના દરવાજા ખોલી નાખે છે ભલે તમે ગમે તેટલા શતરજના મોટા ખેલાડી જ કેમ ના હો. પરંતુ આમાં શૈલેષ લોઢાએ કોઈનું નામ લીધા વગર જ આ પોસ્ટ કરેલું છે. ઘણા ખરા લોકો કહી રહ્યા છે કે આ ચોક્કસપણે પ્રોડ્યુસર આશિત મોદી ઉપર નિશાનો સાધવામાં આવી રહ્યો છે. આમ નવા તારક મહેતાને એન્ટ્રી થતાં શૈલેષ લોઢા પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા મારફતે ઠાલવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!