અમેરિકા ની સંસદ સ્પીકર નેન્સી પેલોસી ની તાઈવાન મુલાકાત બાદ ચીન ની અમેરિકા ને ધમકી કહ્યું કે, તમે ‘આગ સાથે રમી રહ્યા છો’…
છેલ્લા ઘણા સમયથી આજકાલ દુનિયામાં માત્ર એક સમાચાર ખૂબ જ ચકચાર મચાવી રહ્યા છે. તે સમાચાર છે રશિયા અને યુક્રેન નું યુદ્ધ રશીયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી પણ ઉપર સમય વીતી ગયા છતાં પણ હજુ યુદ્ધ સમાપ્ત થયું નથી. રશિયા દ્વારા યુક્રેન પર તાબડ તોડ હમલા કરવામાં આવી રહ્યા છે. એવામાં યુક્રેન માં રહેતા નાગરિકો દેશ છોડીને સતત બીજા દેશોના શરણે જઈ રહ્યા છે. એવામાં ફરી એકવાર યુદ્ધના ભણકાર વિશ્વમાં વાગી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી ચીન અને તાઇવાન વચ્ચે ઘણી તકરારો ચાલી રહી છે. એવામાં તાઇવાન દેશનો સાથ આપવા માટે અમેરિકા ચીન વિરુદ્ધ ખડે પગે ઉભૂ રહેલું જોવા મળે છે. અમેરિકા દ્વારા તાઇવાનને બધી મદદ કરવા માટે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. એવામાં અમેરિકાના સંસદના સ્પીકર નેન્સી તાઇવાન ની મુલાકાતે પહોંચી ગયા છે. અમેરિકાના સાંસદ નેન્સી પેલોસી ની મુલાકાત લઈને ચીન ખૂબ જ અકળાવા લાગ્યું છે. બુધવારના રોજ અમેરિકાના સાંસદ નેન્સી પેલોસી એ તાઇવાન ની સંસદ ને સંબોધિ હતી અને તાઇવાન ના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.
અને કહ્યું હતું કે તાઇવાનના સુરક્ષાના દરેક મુદ્દે અમેરિકા સાથ આપશો. અમેરિકાએ 43 વર્ષ અગાઉ પણ સાથે રહેવાનું જે વચન આપ્યું હતું તે વચન પર આજે પણ અમેરિકા કટિબદ્ધ છે. આ બાબતે ચીનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે તેઓ આગ સાથે રમી રહ્યા છે. અમેરિકાએ જે પગલું ભર્યું છે તે માટે તેને બહુ મોટી કિંમત ચૂકવવાનો વારો આવશે. બીજી બાજુ અખબારો દ્વારા જાણવા મળ્યું હતું કે અમેરિકા એ તેના સૈનિકો અને મિલેટ્રી ટેકનિકલ નિષ્ણાત તાઇવાન પહોંચાડી દીધા હતા.
અહેવાલોના જણાવ્યા મુજબ અમેરિકા અને તાઇવાનની સેના ચીનનો સામનો કરવા સસજ્જ છે. વિકાસના નૌકાદળના ચાર વોરશીપ સમુદ્રના કિનારે ત હેનાત કરી દેવામાં આવેલા છે. અને તેના ઉપર એફ 16 અને f 35 જેવા એડવાન્સ ફાઈટર જેટ્સ અને મિસાઈલ પણ ગોઠવવામાં આવી દીધી છે. તો બીજી તરફ ચીન તાઇવાન ની સીમા પર સતત મિલેટ્રી ડ્રીલ પણ કરી રહી છે. સૌથી મહત્વની વાત તો એ છે કે અમેરિકા, તાઇવાન તથા ચીન ત્રણેય પોતાના લશ્કરને યુદ્ધ માટે તૈયાર રહેવા કહેલું છે. મંગળવારે મોડી સાંજે ત્રણેય સેના ને હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું હતું.
અમેરિકાના સાંસદ તાઇવાન ગયા બાદ નોર્થ કોરિયા ની મુલાકાતે રવાના થઈ ગયા હતા. તો બીજી તરફ ચીનનો સાથ આપતા દક્ષિણ કોરિયાએ ના વિદેશ મંત્રાલય કહ્યું હતું કે અમેરિકા ચીનના આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યું છે. અમેરિકા દ્વારા તાઇવાન નો સાથ આપવા બાબતે ગુસ્સે ભરાયેલા ચીન સતતને સતત તાઇવાન પર આર્થિક રીતે બોજો કરવા લાગ્યું છે. ચીન દ્વારા તાઇવાન પર પહેલી જુલાઈના રોજ થી 100 કરતાં પણ વધારે ફૂડ સપ્લાયની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેના કારણે તાઇવાનને આગામી સમયમાં ઘણું નુકસાન થાય તેવી સંભાવના રહેલી છે. હવે જોવાનું રહ્યું કે ખરેખર શું આગળ જતા ચીન અમેરિકા અને તાઇવાન યુદ્ધના મેદાને ચડે છે કે કેમ?
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!