Gujarat

ધ્રાંગધ્રા- બોર માં પડેલ મનીષા એ કહ્યું તે આ કારણોસર બોર માં પડી. પિતા એ કહ્યું તેણે પુત્રી ની આશા જ છોડી દીધી હતી..વાંચો દર્દનાક ઘટના.

Spread the love

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવમાં થોડાક સમય પહેલા એક દર્દના ઘટના સામે આવી હતી. જેમાં 29 તારીખના રોજ વહેલી સવારે ચાર વાગ્યાની આજુબાજુ એક બાર વર્ષની મનીષા એક ઊંડા બોરમાં પડી ગઈ હતી. મનીષાને પાંચ કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ મહા મહેનતે બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ તેને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર બાદ હવે મનીષા સ્વસ્થ થઈ ગઈ છે.

મનીષા જ્યારે બોરમાં પડી ત્યારે તે કેવી રીતે બોરમાં પડી તે બાબતે મનીષાએ આખી વાત જણાવી હતી. વધુ વિગતે જાણીએ તો મનીષા કહે છે કે તે વહેલી સવારે ઊંઘમાં ચાલતા ચાલતા એક બોરમાં પડી ગઈ હતી. મનીષાને ઊંઘમાં ચાલવાની ટેવ છે. જ્યારે તે બોરમાં પડી ત્યારબાદ તે બૂમાબૂમ કરવા લાગી હતી. મનીષા જ્યારે બોરમાં પડી ત્યારના એક થી બે કલાક બાદ તેના પપ્પા તેને શોધતા શોધતા બોર પાસે આવ્યા હતા. ત્યારબાદ તેના પપ્પાએ બોરમાં ટોર્ચ કરીને તેને જોઈ હતી.

ત્યારબાદ મનીષાના પપ્પાએ તે જે ખેતરમાં રહે છે. તે ખેતરના માલિકને ફોન કરી આ બાબતે જાણ કરી હતી. મનીષા છે ખેતરમાં ના બોરમાં પડી ગઈ હતી. તેની સામેની બાજુએ આવેલા ખેતરમાં કામ કરતા રમેશભાઈ પટેલ નામના વ્યક્તિ ને સૌ પ્રથમ અનિરુદ્ધભાઈ પટેલ નો ફોન આવ્યો હતો. તેને કહ્યું કે આવી ઘટના બની છે. રમેશભાઈ તાત્કાલિક તે ખેતરમાં દોડી ગયા હતા. જ્યાં તેને સૌ પ્રથમ મનીષાને બોરમાં પડી ગયેલી જોઈ હતી. રમેશભાઈ જણાવે છે કે મનીષા સૌ પ્રથમ 35 ફૂટ સુધી ફસાયેલી હતી. અને તે થોડી જ વારમાં 70 ફૂટ ઊંડે જઈને ફસાઈ ગઈ હતી.

ત્યારબાદ આ ઘટનાની માહિતી આરોગ્ય ટીમને આપવામાં આવી હતી. આરોગ્ય ટીમની ચારથી પાંચ કલાકની મહેનત બાદ મનીષાને બહાર કાઢવામાં આવી હતી. મનીષાને બહાર કાઢવામાં મદદ કરનાર આરોગ્ય વિભાગના કર્મચારી 25 વર્ષીય એફ એચ ડબલ્યુ જલ્પા અમરેલીયા એ આ બાબતે વધુ માહિતી આપી હતી. અને કહ્યું હતું કે આ ઘટનાની જાણ તેને થઈ ત્યાં સુધીમાં તો ચાર કલાકનો સમય વીતી ગયો હતો. જલ્પા બહેન કહે છે કે તેને ઘટનાની માહિતી મળી એટલે ફટાફટ તે ઓક્સિજનની વ્યવસ્થા કરીને ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. તે જણાવે છે કે બોરમાં અસહ્ય ગરમી હોવાને લીધે મનીષાની શ્વાસોશ્વાસની ક્રિયા ખૂબ જ ધીમી પડી ગઈ હતી.

તે લોકો સતત ને સતત મનીષા માટે બોરમાં ઓક્સિજન પહોંચાડી રહ્યા હતા. ત્યારબાદ આર્મીના જવાનો આવ્યા અને તેના કારણે મનીષાને બહાર કાઢવામાં સફળતા મળી હતી. મનીષા ના પિતા કહે છે કે તેને તો આશા જ ન હતી કે તેની દીકરી હવે જીવતી બહાર આવશે. પરંતુ સેનાના જવાનોના ઓપરેશન બાદ તેની પુત્રી સહી સલામત બહાર આવી હતી. જેને લઈને તેને કહ્યું કે તેની દીકરીનો ફરી જન્મ થયો હોય તેવી તેને ખુશી થઈ હતી. મનીષા ના પિતા અર્જુનભાઈ મૂળ ઘોઘંબાના ગમાણી ગામના છે. તે તેના પત્ની અને ચાર બાળકો સાથે ધ્રાંગધ્રાના ગાજણવાવમાં છેલ્લા બે વર્ષથી ખેત મજૂરીનું કામ કરે છે. મનીષાને ઊંઘમાં ચાલવાની ટેવ હોય આ કારણોસર તે આ દુર્ઘટનાનો ભોગ બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *