ઓમ શાંતિ ! સૌથી વધુ ટેક્સ પે કરનાર અને જાપાન માં જનાર પહેલા ઉદ્યોગપતિ એવા પોપટભાઈ પટેલ નું દુઃખદ અવસાન..તે એક..
રોજબરોજ ગુજરાતમાંથી અનેક લોકોના મૃત્યુના સમાચાર આવતા હોય છે. પરંતુ હાલ જે વ્યક્તિનું મૃત્યુ થયું છે. તે કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા. પરંતુ ઓઈલ એન્જિન ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર અને ફિલ્ડ માર્શલ ગ્રુપના સ્થાપક એવા પોપટભાઈ પટેલનું મૃત્યુ થયું છે. મૃત્યુના સમાચાર સાંભળીને અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ છે. રાજકોટમાં ઓઇલ એન્જિન ક્ષેત્ર ક્રાંતિ લાવનાર અને ફિલ્ડ માર્શલ ગ્રુપના સ્થાપક એવા પોપટભાઈ પટેલ 86 વર્ષની વયે ભગવાનના ધામ પહોંચી ગયા છે.
પોપટભાઈ પટેલ એક એવા માણસ હતા કે જે દેશ પ્રત્યે વફાદાર રહેતા હતા. તેને તેના જીવનમાં સૌથી વધુ ટેક્સ પે કરેલો છે. પોપટભાઈ પટેલે વર્ષ 1963માં પી.એમ. ડિઝલ ની સ્થાપના કરી હતી. તેઓ એવા વ્યક્તિ હતા કે જેને છેલ્લા સમય સુધી ટેક્સ પે કર્યો હતો. અને વર્ષ 1997 માં પોતાનો વ્યક્તિગત ઇન્કમટેક્સ ત્રણ કરોડ રૂપિયા પણ ભર્યો હતો. આ બાબતે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા હાયર ટેક્સ પે કરનાર તરીકેનું સર્ટિફિકેટ આપી તેમનું મોટું સન્માન કરવામાં આવ્યું હતું.
પોપટભાઈ એક એવા વ્યક્તિ હતા કે જે પ્રથમ ભારતીય છે કે જે જાપાનમાં એક ઉદ્યોગપતિ તરીકે ગયા હતા. પોપટભાઈ પટેલ ની અંતિમયાત્રામાં મોટા ઉદ્યોગપતિ સાથે સામાજિક આગેવાનો જોડાયા હતા. પોપટભાઈના અવસાનથી તેમના પરિવાર માટે મોટી આફત આવી. અને પરિવાર દુઃખના દરિયામાં ગરકાવ થઈ ગયો હતો. પરીવારના સભ્યો અને ઉદ્યોગપતિ સાથે તેમના મિત્રોએ ભીની આંખે તેમને અંતિમ વિદાય આપી હતી. પોપટભાઈ પટેલ ફિલ્ડ માર્શલ ના સર્જક હતા.
જેની વાત કરીએ તો ડીઝલ એન્જિનની શરૂઆતથી લઈને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અને ઘરઘંટી થી લઈને એર કુલર સહિતની વસ્તુઓ ફિલ્ડ માર્શલ દ્વારા બનાવવામાં આવતી હોય છે. ફિલ્ડ માર્શલ દ્વારા હાલમાં એક મિનિ ટ્રેક્ટર પણ બનાવવામાં આવ્યું છે. પોપટભાઈ પટેલે સામાજિક ક્ષેત્ર પણ ઘણું મોટું યોગદાન આપેલું છે. તેમણે તેના જીવનમાં કરોડો રૂપિયાનું દાન આપેલું છે. જેમાં સીદસર ઊંઝા અને ગાઠીલા ઉમિયા મંદિરમાં ઘણું બધું દાન આપીને સમાજ માટે એક સારું ઉદાહરણ પૂરું પાડેલું છે. ગુજરાતે એક સારા અને કર્તવ્ય નિષ્ઠ વ્યક્તિ ખોયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!