હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. લોકો લગ્નને યાદગાર બનાવવા માટે નવતર પ્રયોગો કરતા હોય છે. ગીર સોમનાથ માં હેલિકોપ્ટર મારફતે જાન આવી હોય તેની એક પહેલી ઘટના બની છે. વધુ વિગતે વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના આહીર સમાજના યુવા આગેવાન નથુભાઈ સોલંકી નો પુત્ર ના અનોખા લગ્ન યોજાયા હતા.
નથુભાઈ સોલંકીના પુત્ર ચેતન અને શૈલેષ ના લગ્ન શાહી રીતે યોજવામાં આવ્યા હતા. જેમાં બંને પુત્રોની જાન હેલિકોપ્ટર દ્વારા આજોઠા ગામેથી નીકળી હતી. હેલિકોપ્ટરમાં જાન આવી હોય તેવો ગીર સોમનાથ નો આ પ્રથમ કિસ્સો હતો. જેમાં વેરાવળ તાલુકામાંથી વરરાજાની જાન ઉપડી તાલાલા તાલુકા માં ઉતરાણ કર્યું હતું. વેરાવળ તાલુકાના ધાવા ગીર ગામે રજવાડી લગ્ન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં આહીર સમાજના પરિવારને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.
બંનેની જાન હેલિકોપ્ટરમાં તાલાલા ગીરના ધુસિયા ગામમાં શૈક્ષણિક સંકુલના ગ્રાઉન્ડમાં હેલિકોપ્ટર નું ઉતરાણ કરવામાં આવ્યું હતું. જ્યાં વરરાજાની એન્ટ્રી થતાં જ ગામના સભ્યો મોટી સંખ્યામાં હેલિકોપ્ટરને જોવા આવ્યા હતા. આ ઉપરાંત આહીર સમાજના પરિવારના સભ્યો પરંપરાગત પહેરવેશ સાથે જોવા મળ્યા હતા.
તો રાસ ગરબાની રમઝટમાં ગમન સાંથલ, ગીતા રબારી, જીગ્નેશ કવિરાજ, દિવ્યા ચૌધરી, ઉર્વશી રાદડિયા, નારાયણ ઠાકર જેવા ઉચ્ચ કોટી ના કલાકારોએ રમઝટ બોલાવી હતી. તો શાનદાર રીતે લગ્ન પ્રસંગનો ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો. હેલિકોપ્ટર ગામમાં પહોંચતા શાળાના વિદ્યાર્થીઓ પણ હેલિકોપ્ટરનો રોમાંચ લેવા ત્યાં સુધી પહોંચ્યા હતા અને હેલિકોપ્ટરને નિહાળ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!