અંબાલાલ પટેલની ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી!! કરી નાખી એવી અગાહી કે વાંચવી જરૂરી બની જશે..7થી15 જુલાઈ….
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ચારેબાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આખા રાજ્ય માં છેલ્લા 2 દિવસ થી મેહુલિયાએ આગમન કર્યું છે હાલમાં દરેક લોકો જાણે જ છે કે સમગ્ર ગુજરાતમાં મેહુલિયો પોતાનું આગમન કરી રહ્યો છે. અને તાજવીજ ની સાથે બરોબરી નો માહોલ જામ્યો છે. ત્યારે ભારે વરસાદના કારણે ઘણા રાજ્યો પાણી પાણી જોવા મળી રહયા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની પણ એક આગાહી સામે આવી રહી છે.
જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ વરસાદી માહોલ ને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં હજુ વરસાદ થશે. અંબાલાલ પટેલ એ જણાવ્યું કે ગુજરાતમાં 2 જુલાઈના રોજ વરસાદમાં ઘટાડો થશે. ગુજરાતમાં આગામી 7 જુલાઈ થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ વરસશે, ત્યાંજ 11 અને 12 જુલાઈ ના રોજ દરિયાકિનારે જોરદાર પવન ફુંકાશે, 18 જુલાઈ થી 20 જુલાઈ એ પણ વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં 25 જુલાઈ થી 8 ઓગસ્ટ દરમિયાન ભારે થી અતિભારે વરસાદ થશે.આ સમયગાળા દરમિયાન ઉત્તર- મધ્ય ગુજરાત માં ભારેથી અતિભારે વરસાદ થશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે, આ સાથે જ સૌરાષ્ટ – કચ્છ માં વરસાદ ની શક્યતા છે. આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ જણાવ્યા અનુસાર ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં પૂર આવી શકે છે. આ સાથે જ તાપીમાં પણ સામાન્ય પૂર ની સંભાવના જણાવી છે. ઓગસ્ટ મહિના દરમિયાન બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ ઉભું થવાની સંભાવના પણ જોવા મળી રહી છે.
ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં આવેલ મેહુલાની વાત કરવામાં આવે તો આ 6 કલાક દરમિયાન મેહુલિયાએ ગુજરાત ના 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ધરમપુર અને ભેસાણ માં સવા 6 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વિસાવદર માં 5.5 ઇંચ, ધારીમાં સવા 5 ઇંચ, ખેરગામમાં 4.5 ઇંચ, પારડીમાં 4 ઇંચ વાપી અને જલાલપોરમાં 3.5 ઇંચ, મહુવામાં 3.5 ઇંચ અને વલસાડમાં સવા 3 ઇંચ વરસાદ નોંધાયો છે.