National

ભગવાનનો ચમત્કાર થયો કે શું ? ગાયે ત્રણ આંખ વાળા વાછરડાને જન્મ આપ્યો,લોકો શિવનું રૂપ માની કરી રહ્યા છે પૂજા…જાણો પૂરી વાત

Spread the love

જ્યારથી સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે ત્યારથી જ અવનવી ઘટનાઓ થી આપણે ઘરે  બેઠા અવગત થઈ જતાં હોઈએ છીએ. જેમાં ઘણી ઘટનાઓ એવી સામે આવી જતી હોય છે જે સાંભળ્યા બાદ આપણે આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ. સનાતન ધર્મ માં ગાય ને માતાનો દરજજો આપવામાં આવે છે. જેની વિશેષ અવસરો પર પૂજા કરવામાં આવે છે આટલું જ નહીં ગાય આપના દૂધ અને ડેરી ની સબંધિત જરૂરિયાતો ને પૂરી કરે છે.

જેના કારણે દેશના વિભિન્ન રાજ્યોમાં મોટા સ્તર પર પશુપાલક ગાય ને પાળે છે. આપના દેશમાં ગાય ને બહુ જ માન આપવામાં આવે છે કેમકે ગાય આપની માતા હોવાની સાથે સાથે તેની અંદર વસતા 33 કરોડ દેવતાઓ નો મહિમા દરેક લોકો જાણે જ છે જે આપના ભારતીય લોકોની સસ્કૃતિ ને દર્શાવતી હોય છે અને આથી જ તો ગાઈને આપણે નમન કરીએ છીએ. એવામાં એક ખેડૂત ના ઘરે ત્રણ આંખો વાળી અદ્ભુત વાછરડાનો જન્મ થયો છે,

જેની તસવીર હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે. આ ગાયના અદ્ભુત ચએરા અને ત્રણ આંખો ને જોઈને સ્થાનિક લોકો તેને ભગવાન શિવ ની આવરદા જણાવી રહ્યા છે જે બહુ જ અસામાનય ઘટના છે. આ સમગ્ર ઘટના તામિલનાડું ના કોલથુર ગામનો છે જ્યાં રાજેશ નામક એક ખેડૂત ના ઘરે ત્રણ આંખો વાળા વાછરડા એ જન્મ લીધો છે. એક અનોખા વાછરડા ને જોવા માટે ગામના દરેક લોકો આવી પહોચ્યા હતા.

ત્યાં જ આસપાસના ગામના લોકો પણ આ વાછરડા ના દર્શન કરવા માટે ઉત્સુક લાગી રહ્યા છે. આટલું જ નહીં સ્થાનિક લોકો આ ત્રણ આંખ વાળા વાછરડા ની પૂજા કરતાં નજર આવી રહ્યા છે. કેમકે તેમનું માનવું છે કે આ ચમત્કારી વાછરડું ભગવાન શિવ નો અવતાર છે. કોલાથુર ગામના લોકોનું માનવૂ છે કે આ ચમત્કારિ વાછરડાનો જન્મ થતાં બધી સમસ્યા દૂર થઈ જશે. જેના કારણે આ વાછરડા નો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે લોકો દૂર દૂર થી કોલથુર ગામ આવી રહ્યા છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *