અંબાણી પરિવારે રાધિકા મર્ચન્ટના જન્મદિવસની કરી ભવ્ય ઉજવણી ! જેમાં મુકેશ અંબાણી સહીત…જુઓ વિડીયો
રાધિકા મર્ચન્ટ વિશે અત્યાર સુધી ઘણી વખતવાતો સાંભળી હશે જે અંબાણી પરિવારની વહુ બનવા જય રહી છે. જોકે રાધિકાનું નામ સત્તાવાર રીતે અંબાણી પરિવારમાં સામેલ નથી, પરંતુ તે અંબાણી પરિવારના દરેક મોટા ફંક્શનમાં જોઈ શકાય છે. શ્લોકા અને આકાશ અંબાણીના લગ્ન હોય કે અંબાણી પરિવારની ગણપતિ પૂજા હોય, રાધિકા હંમેશા તેમની સાથે હોય છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું છે પરંતુ આ વખતે રાધિકા મર્ચન્ટનો જન્મદિવસ છે. અંબાણી પરિવાર દ્વારા ઉજવવામાં આવ્યો છે. જેના સેલિબ્રેશનનો એક વિડીયો પણ ખુબજ વાયરલ થઇ રહ્યો છે.
આ વાઇરલ વિડીયોમાં રાધિકાના જન્મદિવસ પર, આખો અંબાણી પરિવાર એક સાથે આવ્યો અને ખૂબ જ ધામધૂમથી આ પ્રસંગની ઉજવણી કરી. હાલમાં જ એક વાયરલ વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે રાધિકા તેના જન્મદિવસ પર કેક કાપીને આખા પરિવારને ખવડાવી રહી છે. આ વાયરલ વીડિયો જોઈને લાગે છે કે રાધિકા હવે સગાઇ પછી અંબાણી પરિવારની ખુબજ ખાસ બની ગઈ છે
રાધિકા મર્ચન્ટ વિશેની ચર્ચા પહેલીવાર 2018માં શરૂ થઈ હતી જ્યારે તે અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં દેખાતી હતી. પ્રિયંકા ચોપરાના લગ્ન વખતે અંબાણી પરિવાર જોધપુર આવ્યો હતો ત્યારે નીતા અંબાણી અને રાધિકાની તસવીર જોઈને ઘણી ચર્ચા થઈ હતી. આ પહેલા ઈશા અંબાણીની સગાઈ દરમિયાન રાધિકા, શ્લોકા અને ઈશાએ સાથે ડાન્સ પણ કર્યો હતો. ત્યારે એવું માનવામાં આવતું હતું કે અંબાણી પરિવારની બંને પુત્રવધૂઓ સામે છે.
ઈશા અને આનંદ પીરામલના લગ્ન ડિસેમ્બર 2018માં થયા હતા અને ત્યાર બાદ પણ રાધિકાની તસવીરો અને વીડિયો વાયરલ થવા લાગ્યા હતા. રાધિકાએ શ્લોકા સાથે ઈશાની બ્રાઈડલ એન્ટ્રીમાં પણ હાજરી આપી હતી. આ પછી રાધિકાની આવી જ નિકટતા શ્લોકા અને આકાશ અંબાણીના લગ્નમાં જોવા મળી હતી.
શ્લોકા અંબાણીના જન્મદિવસ દરમિયાન અંબાણી પરિવારે બનાવેલા વીડિયોમાં રાધિકા મર્ચન્ટ અનંત અંબાણી સાથે બેઠી હતી અને શ્લોકા માટે પ્રેમભર્યા સંદેશા આપી રહી હતી. આવી સ્થિતિમાં બધાને લાગવા માંડ્યું કે હવે રાધિકા અને અનંતના લગ્નને લઈને વાત આગળ વધશે.ત્યારપછી રાધિકા જે પણ જાહેર કાર્યક્રમમાં જોવા મળી, તે લાઈમલાઈટમાં આવી. રાધિકાની બહેનના લગ્ન હોય કે રિલાયન્સનું કોઈ પણ ફંક્શન હોય, રાધિકાએ પોતાની અલગ ફેન ફોલોઈંગ બનાવી.
View this post on Instagram
રાધિકાના જન્મદિવસની ઉજવણી માટે કોકિલાબેન અંબાણી, નીતા અંબાણી, મુકેશ અંબાણી, આકાશ અંબાણી, શ્લોકા મહેતા, ઈશા અંબાણી પીરામલ અને અનંત અંબાણી બધા હાજર રહ્યા હતા. આ દરમિયાન રાધિકાએ જીન્સ-ટોપ પહેર્યું હતું અને સમગ્ર અંબાણી પરિવારનો લુક પણ કેઝ્યુઅલ હતો. રાધિકાએ કેરોયુઝલ થીમ આધારિત બર્થડે કેક કાપી અને બધાને ખૂબ પ્રેમથી ખવડાવતી હતી.