અંબાણીના ઘરે ફરી એકવાર બોલીવુડ કલાકારોનો જમાવડો! ઇશા અંબાણીએ કર્યું હોલી પાર્ટીનું આયોજન, કલાકારોને શાહી ભોજન જમાડ્યું, જુઓ તસવીરો
હાલમાં જ અંબાણી પરિવારના આંગણે એટલે કે એન્ટિલિયા ખાતે બોલીવુડના કલાકારોનો જમાવડો થયો હતો. આપણે સૌ કોઈ જાણીએ છે કે, જામનગર ખાતે 1000 કરોડના ખર્ચે ત્રણ દિવસનું પ્રિ વેડિંગ અને આસપાસના ગામના ભોજન અને ડાયરાનું આયોજન કરેલ હતું. ફરી એકવાર હવે કરોડ રૂપિયા ખર્ચીને અંબાણી પરિવારે હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી ઇશા અંબાણીએ પોતાના પિતાના ઘરે એટલે કે એન્ટિલિયા આયોજિત કરી હતી. ચાલો અમે આપને વધુ વિગતવાર માહિતી આપીએ.
તા. 15 માર્ચ 2024 ની રાત્રે, મુંબઈના એન્ટિલિયામાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. અંબાણી પરિવારની લાડલી દિકરી ઈશા અંબાણીએ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બુલ્ગારી સાથે મળીને ભવ્ય હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી અને રંગો સાથે હોળીની ઉજવણી કરી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં પ્રિયંકા ચોપરા, રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણી સાથે પોઝ આપતાં જોઈ શકાય છે. રાધિકા પેસ્ટલ કલરના ગાઉન અને લાલ શાલમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જ્યારે ઈશાએ મલ્ટી કલરનું ગાઉન પહેર્યું હતું. પ્રિયંકા ચોપરાએ ગ્લેમરસ લુક માટે સ્લિટ સાડી પસંદ કરી હતી.
સેલિબ્રિટી સ્ટાઈલિશ અનિતા શ્રોફ અદાજાનિયાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે, જેમાં રોયલ ડિનર થાળીની ઝલક જોવા મળી છે. થાળીમાં અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ હતી, જે પણ અદ્ભુત લાગતી હતી.આ શાહી ભોજન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે કારણ કે સૌ બોલીવુડ સ્ટાર અને આમંત્રિત મહેમાનોને શાહી ભોજન પીરસવામાં આવ્યું હતું.પાર્ટીમાં હાજરી આપનારા અન્ય સ્ટાર્સમાં માધુરી દીક્ષિત, શિલ્પા શેટ્ટી, આયુષ્માન ખુરાના, અથિયા શેટ્ટી, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને કરીના કપૂર ખાનનો સમાવેશ થાય છે. તમામ સ્ટાર્સે રંગોથી રમીને હોળીની ભરપૂર મજા માણી હતી.
આ પાર્ટી ખરેખર જોવાલાયક હતી અને એન્ટિલિયામાં હોળીનો ઉત્સાહ જોવા જેવો હતો. સ્ટાર્સે તેમની હાજરીથી પાર્ટીમાં આકર્ષણ જમાવ્યું અને રંગો સાથે હોળીના તહેવારની ઉજવણી કરી. ખરેખર અંબાણી પરિવાર હમેશાં અતિ ભવ્ય આયોજન કરીને લાઇમ લાઇટમાં રહે છે, કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ તેમણે ફરી હોળી પાર્ટીનું આયોજન કર્યું.